03 April, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ‘નો મેકઅપ’ લુક
જ્યારે પણ ફૅશન અને સ્ટાઇલની વાત આવે છે ત્યારે કરીના કપૂર હંમેશાં બાજી મારી જાય છે, પણ હાલમાં પરિવાર સાથે ઈદ સેલિબ્રેટ કરતી વખતે કરીનાની તસવીર સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે સૈફની બહેન સોહા અલી ખાન અને સબા પટૌડી તહેવારને ધ્યાનમાં રાખીને બહુ સારી રીતે તૈયાર થઈ છે, જ્યારે કરીના કપૂર ‘નો મેકઅપ’ લુક તેમ જ તેલવાળા વાળને કારણે થાકેલી અને ઉદાસ દેખાઈ રહી છે. કરીનાનો આ લુક સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે અને લોકો તેને તહેવારને ધ્યાનમાં રાખીને તૈયાર થવાની સલાહ આપી રહ્યા છે.
કરીનાએ ઈદ વખતે સિમ્પલ લુક અપનાવ્યો અને પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. આ આઉટફિટ ઑરેન્જ રંગનો કુર્તો હતો જેના પર ગુલાબી, પીળા અને લીલા રંગની ખૂબસૂરત ફ્લોરલ પૅટર્ન હતી. આ કુર્તાને મૅચિંગ પ્રિન્ટેડ પલાઝો પૅન્ટ અને ગોલ્ડ પટ્ટી બૉર્ડરવાળા કૉટન દુપટ્ટા સાથે પૅર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આ સૂટની કિંમત ૨૮,૬૫૦ રૂપિયા અને ચંદેરી દુપટ્ટાની કિંમત ૧૮,૬૫૦ રૂપિયા છે. આમ કરીનાના આખા ડ્રેસની કિંમત ૪૭,૦૦૦ રૂપિયા કરતાં વધુ છે.