07 August, 2019 08:28 PM IST | મુંબઈ
કપિલ દેવની ખતરનાક બોલિંગ પર કરીનાએ લગાવ્યા ચોકા છક્કા
બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની એક્ટિંગથી લાખો લોકોને દીવાન બનાવી ચુકી છે. પરંતુ કરીના માત્ર એક્ટિંગમાં જ નહીં પરંતુ ક્રિકેટમાં પણ ઉત્તમ ખેલાડી છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે કરીનાએ પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ખતરનાક બોલિંગ પર ચોક્કા છક્કા લગાવ્યા.
કરીના કપૂર ખાન હાલ ડાન્સ રિઆલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સને પોતાના ખૂબસૂરત અંદાજ અને અદાઓમાં જજ કરતી નજર આવી રહી છે. હાલમાં જ આ શોમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી કપિલ દેવ મહેમાન બનીને પહોંચ્યા જ્યાં બંને વચ્ચે ક્રિકેટનો મુકાબલો થયો.
ઝી ટીવીએ તેમનો ઑફિશિયલ ટ્વીટ્ટર અકાઉન્ટ પરથી એક પ્રોમો શેર કર્યો છે. જેમાં સાડી પહેરેલી કરીના કપિલ દેવની બોલિંગ પર બેટિંગ કરી રહી છે. કરીનાએ ખૂબ જ સારું પ્રદર્શન કરતા એક બોલ પર ચોકો લગાવ્યો જે બાદ કરીનાએ ખુદ પણ કપિલ દેવ માટે બોલિંગ કરી. કરીનાની આ સારી બેટિંગને જોઈને કપિલ દેવે તેને પોતાનો ઑટોગ્રાફ કરેલું બેટ પણ ગિફ્ટ કર્યું છે.
કરીના કપૂરનો દરેક એપિસોડ સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ એપિસોડમાં કરીના સીક્વિન ફેબ્રિકની ખૂબસૂરત સાડીમાં નજર આવી. સાથે લેયર્ડ કુંદનનું નેક પીસ અને ખુલ્લા વાળ તેમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.
આ પણ જુઓઃ કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..
તમને જણાવી દઈએ કે હાલ કરીના કપૂર લંડનમાં પોતાની આગામી ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ હિન્દી મીડિયમની રીમેક છે જેમાં કરીનાની સાથે ઈરફાન ખાન પણ લીડમાં નજર આવશે.