18 September, 2023 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર
કરીના કપૂર ખાનને બૉલીવુડની બ્લૉકબસ્ટર ફિલ્મમાં કામ નથી કરવું. તેને તો એવો રોલ કરવો છે જે તેને આકર્ષી શકે. તેણે ૨૦૦૦માં આવેલી ‘રેફ્યુજી’થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેને પૂછવામાં આવ્યું કે કયો રોલ તને કરવાનું ગમે છે. એ વિશે કરીનાએ કહ્યું કે ‘આટલાં વર્ષો સુધી કામ કર્યા બાદ મને લાગે છે કે મારે એવો સ્પેશ્યલ રોલ કરવો જોઈએ જેને કરવા માટે મારાં બાળકોથી દૂર રહેવામાં પણ મને વાંધો ન હોય. હાલમાં તો તેઓ મારી સૌથી અગત્યની પ્રાથમિકતા છે. મારે હટકે ફિલ્મો કરવાની ઇચ્છા છે. એવું નથી કે મારે બૉલીવુડની બ્લૉકબસ્ટર કરવી છે.’
કરીના વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘જાને જાન’માં દેખાવાની છે. આ ફિલ્મમાં તેની સાથે જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ જોવા મળશે. તેમની સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં કરીનાએ કહ્યું કે ‘આ કાસ્ટમાં તરોતાજગીનો ઉમેરો થયો હતો અને ખાસ કરીને મારા માટે સુપરસ્ટાર્સ જેવા કે આમિર ખાન, સલમાન ખાન, શાહરુખ ખાન અને અક્ષયકુમારે કામ કર્યું હોય. આ પરિવર્તન મારા માટે ખૂબ જરૂરી હતું.’