06 September, 2020 08:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફોટો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
કરીના કપૂર ખાન ઈન્સ્ટાગ્રામમાં પોતાના ફોટોઝ શૅર કરીને ફેન્સને હંમેશા ખુશ રાખે છે. એમાં પણ જ્યારે સાથે તૈમુર અલી ખાન સાથે હોય તો એ ફોટોઝની વાત જ ન થાય. હાલમાં જ અભિનેત્રીએ એક ફોટોઝ શૅર કર્યો છે જેમાં તે અને તૈમુર પોતાની ફેવરેટ ફૂટબોલ ટીમને ચિયર કરતા દેખાય છે.
થોડા વખત પહેલા જ એક ઈન્યરવ્યૂમાં કરીના કપૂર-ખાને ઇચ્છા વ્યક્ત કરી કે કે તૈમુર આત્મનિર્ભર બને. તે પોતાની કરીઅર પોતે બનાવે એવી તેને આશા છે. હાલમાં બૉલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો ખાસ્સો ચગ્યો છે. એને જોતાં કરીનાએ જણાવ્યું હતું કે તૈમુર દેશનો સૌથી વધુ ચર્ચામાં રહેનાર બાળક છે એથી એનો અર્થ એ નથી થતો કે તે મોટો થઈને મોટો સ્ટાર બને. તેને જેમાં પણ કરીઅર બનાવવી હોય એની તેને આઝાદી છે. એવું પણ જરૂરી નથી કે તેના પેરન્ટ્સ સફળ છે તો તે પણ સફળ બનશે. તેને પોતાનો માર્ગ જાતે જ બનાવવો પડશે. સાથે જ તેના પેરન્ટ્સ પાસેથી તેને કોઈ પણ પ્રકારની મદદ નહીં મળે.
કરીના કપૂર ખાને બીજી વખત પ્રેગ્નન્ટ થતાં તેણે ચોખવટ કરી છે કે તે આ વખતે પહેલાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરે. તૈમુર વખતે કરીનાનું વજન ખૂબ વધી ગયું હતું. કરીના અને સૈફ અલી ખાને થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે તેમના ઘરે નવો મહેમાન આવવાનો છે. તેમના ફૅન્સ પણ આ ગુડ ન્યુઝ સાંભળીને ખૂબ ઉત્સાહી બની ગયા હતા. જોકે આ વખતે કરીના પોતાના વજન પર ખાસ ધ્યાન રાખવાની છે. એ વિશે કરીનાએ કહ્યું હતું કે ‘ગયા વખતે તો મેં મારી જાતનું ધ્યાન નહોતું રાખ્યું અને પચીસ કિલો વજન વધી ગયું હતું. આ વખતે હું એવું નથી કરવા માગતી. હું હેલ્ધી અને ફિટ રહેવા માગું છું.
કરીના લાલ સિંહ ચઢ્ઢા અને તખ્ત મુવીમાં જોવા મળશે. તખ્તના ડાયરેક્ટર કરણ જોહર છે. 24 ડિસેમ્બર, 2021માં રિલીઝ થનારી આ ફિલ્મમાં અનિલ કપૂર, રણવીર સિંહ, વિક્કી કૌશલ, આલીયા ભટ્ટ, ભૂમિ પેડણેકર અને જાન્હવી કપૂર પણ છે.