20 June, 2019 05:49 PM IST | મુંબઈ
કરીના, સૈફ અને નટખટ તૈમૂર
કરીના કપૂર પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર અલી ખાનને વિદેશમાં છોડીને ભારત પાછી ફરી ગઈ છે. કરીના કપૂર પોતાના પરિવારની સાથે વેકેશનની મજા માણવા વિદેશ ગઈ હતી પરંતુ કરીના પતિ સૈફ અને પુત્ર તૈમૂરને વિદેશમાં જ છોડીને ભારત પાછી ફરી આવી છે.
એની પહેલા તમે કોઈ પરિણામ પર પહોંચી જાઓ એની પહેલા અમે તમને જણાવી દઈએ કે કરીના કપૂર ભારત પોતાના ડાન્સ રિયાલિટી શૉ Dance India Danceના શૂટ માટે પાછી ફરી છે અને એની શૂટિંગ પૂર્ણ થતા જ તે પાછી વિદેશ પતિ અને દીકરા પાસે પહોંચી જશે. મહત્વની વાત એ છે કે કરીના કપૂર પોતાના ટીવી ડેબ્યૂને યાદગાર બનાવવા ઈચ્છે છે.
આ પણ વાંચો : Murder ફિલ્મના આ ગીત પર સપના ચૌધરીએ આપ્યું જબરદસ્ત એક્સપ્રેશન, જુઓ વીડિયો
કરીના પતિ Saif Ali Khan અને પુત્ર Taimur Ali Khanની પાસે શૂટિંગ પૂરી થતા પાછી વિદેશ જતી રહેશે. આ દિવસોમાં કરીના કપૂર ફિલ્મ અભિનેતા ઈરફાન ખાન સાથે 'Angrezi Medium'માં નજર આવશે. એ સિવાય બેબૉ 'Jawaani Jaaneman'માં પણ નજર આવી શકે છે. આ ફિલ્મમાં તે પતિ Saif Ali Khanની ગર્લફ્રેન્ડ બનશે. કરીના કપૂર પહેલીવાર ટીવી ડેબ્યૂ કરવાની છે. કરીના બૉલીવુડની અગ્રણી કલાકારોમાંથી એક છે.