18 January, 2023 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે લાંબા સયમ બાદ પોતાને માટે સ્ક્રિપ્ટ લખી છે. તેની ‘ઑલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ને તેણે પોતે લખી છે. આ ફિલ્મો મૉડર્ન રિલેશનશિપ પર છે. અનુરાગે તેની દીકરી આલિયા સાથેની એક વાતચીત બાદ આ ફિલ્મ પર કામ કરવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મ દ્વારા કરણ મહેતા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. તેની સાથે આ ફિલ્મમાં અલાયા એફ પણ કામ કરી રહી છે. આ વિશે અનુરાગે કહ્યું કે ‘મારા દિમાગમાં ઘણા સમયથી સ્ટોરીનો આઇડિયા ફરી રહ્યો હતો. હું હંમેશાં મોટાં શહેર, નાનાં શહેર અને મિડલ ક્લાસ રિલેશનશિપને એક્સપ્લોર કરવાનું પસંદ કરતો આવ્યો છું. હું મારી દીકરી સાથે વાતચીત કરી રહ્યો હતો અને એના અંતે મને અહેસાસ થયો કે જેનઝેડ જનરેશન જે સ્ટ્રગલ અને ચૅલેન્જમાંથી પસાર થાય છે એને એક્સપ્લોર કરવું જરૂરી છે. એ વસ્તુને દિમાગમાં રાખીને મેં એફ ફન મ્યુઝિકલ લવસ્ટોરી લખી છે. એમાં મેં શૈલી અને અમિત ત્રિવેદીની મદદ લીધી હતી. કરણ અને અલાયા સાથે કામ કરતાં અમે એ સ્ટોરીમાં ઘણું ઇમ્પ્રોવાઇઝેશન પણ કર્યું હતું. ઘણા લાંબા સમય બાદ પેન અને પેપર લઈને મેં સ્ક્રિપ્ટ લખી છે. ‘અગલી’ બાદ પહેલી વાર મેં એવી ફિલ્મ પર કામ કર્યું છે જેનો આઇડિયા સંપૂર્ણપણે મારો છે.’