24 September, 2024 09:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધ ટ્રાઇબ (તસવીર સૌજન્ય:ઇન્સ્ટાગ્રામ)
કરણ જોહર (Karan Johar) એક રિયાલિટી શૉ લઈને આવી રહ્યો છે જેનું નામ છે `ધ ટ્રાઈબ` (The Tribe). આ શૉ તમે ઓટીટી પ્લેટફૉપ્મ એમેઝૉન પ્રાઈમ પર જોઈ શકશો. આ શૉ આવતા મહિને 4 ઑક્ટોરના રિલીઝ થઈ રહ્યો છે. આમાં પાંચ ઇન્ફ્લુએન્સરના ગ્લેમરસ વિશ્વની સ્ટોરી બતાવવામાં આવશે. આ સીરિઝ દ્વારા અનન્યા પાંડેની બહેન અલાના પાંડે ઓટીટી ડેબ્યૂ કરશે.
અભિનેત્રી અનન્યા પાંડેની કઝિન સિસ્ટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અલાના પાંડે છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસ તાજેતરમાં જ માતા બની છે અને લૉસ એન્જિલ્સમાં રહે છે. તાજેતરમાં જ તે ગણેશ પૂજા ઉત્સવ ઉજવવા પતિ સાથે ભારત આવી હતી.
કાસ્ટમાં કોણ-કોણ છે સામેલ?
હવે અનન્યા પાંડેની કઝિન બહેન અલાના પણ ટૂંક સમયમાં જ અભિનય જગતમાં ડેબ્યૂ કરવાની છે. તેની પહેલી વેબ સિરીઝની જાહેરાત થઈ ગઈ છે, જેનું નામ `ધ ટ્રાઈબ` (The Tribe) છે. કરણ જોહર આના નિર્માતા છે. અલાના સિવાય આ સિરીઝમાં જાવેદ જાફરીની દીકરી અલાવિયા જાફરી, સૃષ્ટિ પોરે, અલ્ફિયા જાફરી, અર્યાના ગાંધી અને હાર્દિક જવેરી પણ સામેલ છે.
ધ ટ્રાઈબનું દિગ્દર્શન ઓમકાર પોતદાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તે 4 ઓક્ટોબરે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની છે. સીરિઝનું પોસ્ટર શેર કરતા પ્લેટફોર્મે લખ્યું, "તેઓ કહે છે કે મોટા સપના જોવાની હિંમત કરો! અને આ જનજાતિએ એવું જ કર્યું."
શું છે સ્ટોરી?
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શો આ યંગ ઇન્ફ્લુએન્સર્સની આસપાસ ફરશે જેઓ LAમાં વૈશ્વિક ઓળખ હાંસલ કરવા માટે નીકળ્યા છે. એકંદરે, ધ ટ્રાઈબ એ 5 સમૃદ્ધ ભારતીય કૉન્ટેન્ટ ક્રિએટર્સની ગ્લેમરસ દુનિયાના પડદા પાછળની વાર્તા છે, જેઓ તેમના પરિવારોને છોડીને તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને તેમની સોશિયલ મીડિયા કારકિર્દી બનાવવા માટે લોસ એન્જલસ પહોંચે છે.
ધ ટ્રાઈબનું નિર્માણ કરણ જોહર, અપૂર્વા મહેતા અને અનીશા બેગ દ્વારા ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવામાં આવ્યું છે. આ વર્ષે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ઘણી ફિલ્મો બેક-ટુ-બેક રિલીઝ થઈ છે. એ વતન મેરે વતન, મિસ્ટર એન્ડ મિસિસ માહી, યોદ્ધા અને ગુડ ન્યૂઝ તેમાંથી છે.
એક તરફ સલમાન ખાનનો ફેમસ રિયાલિટી શો `બિગ બોસ 18` શરૂ થવા જઈ રહ્યો છે, તો બીજી તરફ કરણ જોહરનો નવો રિયાલિટી શો પણ આવી રહ્યો છે, જેનું નામ છે `ધ ટ્રાઈબ`. ગ્લેમ, અનફિલ્ટર અને અનસ્ક્રીપ્ટેડ ઓરિજિનલ રિયાલિટી સીરિઝ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. તેમાં 9 એપિસોડ હશે અને તે 4 ઓક્ટોબર, 2024થી પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર થવા માટે સેટ છે.