26 February, 2023 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કંગના રનોટે જણાવ્યું છે કે કરણ જોહરની ફિલ્મો મુશ્કેલથી પહેલા દિવસે દસ લાખનુ કલેક્શન કરી શકે છે. સાથે જ તેણે જણાવ્યું છે કે અક્ષયકુમારની ‘સેલ્ફી’ની નિષ્ફળતા વિશે કોઈ ચર્ચા નથી કરતું. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને કંગનાએ કરણ જોહરની પણ નિંદા કરી છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી પણ જોવા મળી રહ્યો છે. ફિલ્મની અને કરણની નિંદા કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યું છે કે ‘કરણ જોહરની ફિલ્મ મુશ્કેલથી પહેલા દિવસે ૧૦ લાખ રૂપિયા મેળવી શકે છે. જે પ્રકારે મને હેરાન કરવામાં આવે છે એ રીતે આ ફિલ્મની ટીકા કરવી કે મજાક ઉડાડવાની વાત તો દૂર રહી, કોઈ મીડિયા એની ચર્ચા પણ નથી કરતું. ‘સેલ્ફી’ ફ્લૉપ જવાના સમાચાર હું શોધી રહી હતી, પરંતુ મારા વિશે જ સમાચાર દેખાઈ રહ્યા છે. તો શું આ મારી ભૂલ છે. વેબ પર ઢગલાબંધ આર્ટિકલ્સ લખાયા છે કે ‘સેલ્ફી’ની નિષ્ફળતા પાછળ મારો હાથ છે. અક્ષય સર કે કરણ જોહરના નામનો ક્યાંય ઉલ્લેખ નથી. આવી રીતે માફિયા ન્યુઝનું શોષણ કરે છે અને પોતાના દૃષ્ટિકોણ પ્રમાણે એની રજૂઆત કરે છે.’