21 November, 2022 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણે ઝોયા સાથેનો ફોટો શૅર કર્યો છે અને એમાં તે ઝોયાને ભેટી રહ્યો છે.
કરણ જોહરે જણાવ્યું કે ઝોયા અખ્તર મારી ફેવરિટ ફિલ્મમેકર છે. ઝોયાનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેને શુભેચ્છા આપતાં તેને તેની ફેવરિટ ફિલ્મમેકર ગણાવી છે. બન્ને બાળપણનાં ફ્રેન્ડ્સ છે. કરણે ઝોયા સાથેનો ફોટો શૅર કર્યો છે અને એમાં તે ઝોયાને ભેટી રહ્યો છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણે કૅપ્શન આપી હતી, ‘માય ફ્રેન્ડ ફૉરેવર. સાથે મોટાં થયાં. મારી ફેવરિટ ફિલ્મમેકર લવ યુ.’