લાજવાબ દેઓલ

22 June, 2023 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૮ જૂને કરણનાં લગ્ન તેની લૉન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે થયાં છે.

કરણે શૅર કરેલા ફોટોમાં ધર્મેન્દ્ર અને તેમની પત્ની પ્રકાશ કૌર જોવા મળી રહ્યાં છે.

કરણ દેઓલનાં લગ્ન અને રિસેપ્શનમાં દેઓલ પરિવારની ઝલક જોવા મળી હતી. એના ફોટો કરણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. ૧૮ જૂને કરણનાં લગ્ન તેની લૉન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે થયાં છે. તેમની ખુશીમાં સામેલ થવા માટે બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ પણ હાજર રહી હતી. સૌએ આ ન્યુલી મૅરિડ કપલને આશીર્વાદ આપ્યા હતા. કરણે શૅર કરેલા ફોટોમાં ધર્મેન્દ્ર અને તેમની પત્ની પ્રકાશ કૌર જોવા મળી રહ્યાં છે. ટ્રેડિશનલ આઉટફિટમાં તેઓ ખૂબ શોભી રહ્યાં હતાં.

જોકે ધર્મેન્દ્રનાં પત્ની હેમા માલિનીએ આ લગ્નમાં હાજરી નહોતી આપી. જોકે કરણની મમ્મી પૂજા દેઓલ આકર્ષણનું કેન્દ્ર બની છે. તે ભાગ્યે જ જોવા મળે છે. તે લાઇમલાઇટથી દૂર રહે છે. બીજી તરફ એક ફોટોમાં બૉબી દેઓલ તેની વાઇફ તાન્યા અને દીકરા સાથે દેખાય છે. તાન્યા પણ જાહેરમાં નથી દેખાતી. એથી કરણનાં લગ્નમાં આખું દેઓલ ખાનદાન જોવા મળ્યું હતું. શાહરુખ ખાનની ગેરહાજરીને લઈને તેના સની દેઓલ સાથે સંબંધ સારા ન હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

karan deol dharmendra bollywood news bollywood gossips bollywood entertainment news