11 January, 2023 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑસ્કર માટે એલિજિબલ લિસ્ટમાં ‘કાંતારા’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’
ઑસ્કર અવૉર્ડ્સ દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં દુનિયાભરની ૩૦૧ ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ઑસ્કર માટે એલિજિબલ છે. ‘RRR’, ‘ધ લાસ્ટ ફિલ્મ શો’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘કાંતારા’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને મરાઠી ફિલ્મ ‘મી વસંતરાવ’નો સમાવેશ આ ૩૦૧ ફિલ્મોના લિસ્ટમાં કરવામાં આવ્યો છે. ૨૦૨૧માં આ લિસ્ટમાં ૨૭૬ ફિલ્મો હતી અને ૨૦૨૦માં ૩૬૬ ફિલ્મો હતી. દેશ દ્વારા ઑફિશ્યલ એન્ટ્રી ન હોય તો પણ આ ફિલ્મોનો સમાવેશ ઑસ્કરમાં થવા માટે એલિજિબલ છે. આ અવૉર્ડ્સ માટેનું વોટિંગ ૧૨ જાન્યુઆરીએ શરૂ કરવામાં આવશે અને ૧૭ જાન્યુઆરીએ બંધ થશે. આ અવૉર્ડ્સને ૨૪ જાન્યુઆરીએ (અમેરિકામાં) લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.