midday

કંગનાએ પ્રિયંકા-દિલજીતને ફરી આડેહાથ લીધા

16 December, 2020 08:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંગનાએ પ્રિયંકા-દિલજીતને ફરી આડેહાથ લીધા
ફાઈલ ફોટો

ફાઈલ ફોટો

ખેડૂત આંદોલન વચ્ચે અભિનેત્રી કંગના રનોટ તથા દિલજીત દોસાંજે વચ્ચેની સોશિયલ મીડિયામાં થયેલુ શાબ્દિક યુદ્ધ ચર્ચામાં રહ્યું હતું. હવે કંગનાએ પ્રિયંકા ચોપરાને પણ ખેડૂતોના સપોર્ટમાં ઊભા રહેવા બદલ આડેહાથ લીધી છે. કંગનાએ બંને પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. કંગનાએ ખેડૂત આંદોલનવાળી જગ્યાનો એક વીડિયો શૅર કરીને કહ્યું બંને સેલેબ્સ ખેડૂતોને ભડકાવીને ગુમ થઈ ગયા.

સોશિયલ મીડિયામાં કંગનાએ પોસ્ટ શૅર કરીને કહ્યું કે, હું ઈચ્છું છું કે દિલજીત તથા પ્રિયંકાજી, જે ખેડૂતો માટે લોકલ ક્રાંતિકારીની ભૂમિકામાં જોવા મળ્યાં. તેઓ એક વીડિયોના માધ્યમથી ખેડૂતોને એ તો જણાવે કે તેમણે વિરોધ કઈ વાતનો કરવાનો છે. બંને ખેડૂતોને ઉશ્કેરીને ગાયબ થઈ ગયા અને જુઓ ખેડૂતો તથા દેશની આ સ્થિતિ છે.

થોડાં દિવસ પહેલાં કંગનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં વડા પ્રધાન ખેડૂતોને સંદેશો આપી રહ્યાં હતાં. કંગનાએ કહ્યું હતું, પ્રિય દિલજીત, પ્રિયંકા, જો તમને વાસ્તવમાં ખેડૂતોની ચિંતા છે, જો તમે વાસ્તવમાં માતાઓને સન્માન આપો છો તો સાંભળી લો કે ફાર્મર્સ બિલ શું છે? કે પછી પોતાની માતા, બહેનો તથા ખેડૂતોનો ઉપયોગ કરીને દેશદ્રોહીઓની ગુડ બુક્સમાં આવવા માગો છો? વાહ રે દુનિયા વાહ.

 

kangana ranaut priyanka chopra diljit dosanjh