13 July, 2023 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કંગના રનોટની ‘તેજસ’ રિલીઝ પહેલાં વિવાદમાં ફસાઈ છે. કંગના પર તેના ભારતીય જનતા પાર્ટીના ફ્રેન્ડે ચીટિંગનો કેસ કર્યો છે. આ ફ્રેન્ડનું નામ મયંક મધુર છે, જે એમએલએ છે. કંગના, મયંક અને રાજનાથ સિંહ વચ્ચે એક-એક મીટિંગ થઈ હતી. કંગનાને ‘તેજસ’ના શૂટિંગ માટે ઍરફોર્સના બેઝ પર શૂટિંગ કરવાની પરવાનગી જોઈતી હતી અને એથી મયંકે તેની મીટિંગ કરાવી હતી. આ દરમ્યાન કંગનાએ તેને પંદર મિનિટના પાત્રની ઑફર કરી હતી. જોકે ફિલ્મ બની ગઈ અને રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ એમ છતાં મયંકનો કોઈ પણ જાતનો સંપર્ક કરવામાં ન આવ્યો હોવાથી તેણે કોર્ટનું શરણ લીધું છે. મયંકે કહ્યું કે કંગના જ્યારે અસ્મિતામાં નાટક કરતી હતી ત્યારથી તે તેને ઓળખે છે. તેઓ વર્ષોથી ફ્રેન્ડ્સ છે. એક ફ્રેન્ડ જ્યારે મદદ માગે ત્યારે કોઈ ઍગ્રીમેન્ટ કરવામાં નથી આવતું, વિશ્વાસ પર કામ થાય છે. કંગનાએ તેને પંદર મિનિટની જગ્યે બે મિનિટનું પાત્ર ઑફર કર્યું હોવાથી તેણે ના પાડી દીધી હતી. જોકે કંગનાએ ભરોસો તોડ્યો છે અને એથી તેણે કેસ કરવાનું નક્કી કર્યું છે.