10 September, 2023 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કંગના રનોટની ‘ચન્દ્રમુખી 2’ પોસ્ટપોન થતાં હવે ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ ૧૫ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ ટેક્નિકલ ઇશ્યુ આવતાં એને પોસ્ટપોન કરવી પડી છે. આ ફિલ્મને પી. વાસુએ ડિરેક્ટ કરી છે અને લાયકા પ્રોડક્શન્સે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં કંગના સાથે રાઘવ લૉરેન્સ પણ લીડ રોલમાં દેખાશે. ૨૦૦૫માં રિલીઝ થયેલી ‘ચન્દ્રમુખી’ની સીક્વલ છે ‘ચન્દ્રમુખી 2’. ‘ચન્દ્રમુખી’માં રજનીકાન્ત અને જ્યોતિકા લીડ રોલમાં હતાં. ‘ચન્દ્રમુખી 2’ની રિલીઝને પોસ્ટપોન કરવાની માહિતી આપતાં એની ઝલક ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘ટેક્નિકલ ઇશ્યુને કારણે ‘ચન્દ્રમુખી 2’ને પોસ્ટપોન કરાતાં હવે ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. વેત્તૈયાન અને ચન્દ્રમુખી હવે વધુ નીડર બનીને આવશે.’
જોકે આ ફિલ્મ પોસ્ટપોન થવાનું કારણ શાહરુખ ખાનની ‘જવાન’ છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને લઈને લોકોમાં જે ક્રેઝ છે એ એક અઠવાડિયામાં શાંત થાય એવું નથી લાગતું. આથી આ ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.