રણબીર મારા ઘરે આવ્યો અને મને કહ્યું, સંજુમેં રોલ કર લે પ્લીઝ : કંગના રનૌત

26 August, 2024 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂર એ ફિલ્મની ઑફર લઈને તેના ઘરે ગયો હતો એ વિશે કંગના કહે છે...

રણબીર કપૂર

કંગના રનૌતને ‘સંજુ’માં રોલ ઑફર કરવા માટે રણબીર કપૂર પોતે તેના ઘરે ગયો હતો. રાજકુમાર હીરાણીની આ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. એ ફિલ્મ સંજય દત્તની લાઇફ પર બની હતી. એમાં રણબીરે સંજય દત્તનો રોલ કર્યો હતો. એ ફિલ્મમાં મનીષા કોઇરાલા, દિયા મિર્ઝા, વિકી કૌશલ, પરેશ રાવલ, અનુષ્કા શર્મા, બમન ઈરાની અને સોનમ કપૂર આહુજા જોવા મળી હતી.

રણબીર કપૂર એ ફિલ્મની ઑફર લઈને તેના ઘરે ગયો હતો એ વિશે કંગના કહે છે, ‘રણબીર પોતે મારા ઘરે આવ્યો હતો અને મને કહ્યું કે ‘સંજુ’મેં રોલ કર લે પ્લીઝ. મેં એ રોલ કરવાની ના પાડી દીધી હતી.’

એ સિવાય કંગનાએ તો ફેરનેસ ક્રીમની ઍડ પણ ઠુકરાવી દીધી હતી. એને માટે તેને ૧૦થી ૧૫ કરોડ રૂપિયા મળવાના હતા. એ વિશે કંગના કહે છે, ‘મેં ૧૦થી ૧૫ કરોડ રૂપિયાની ડીલ ઠુકરાવી દીધી હતી, કારણ કે એ ફેરનેસ ક્રીમની ઍડ હતી. હું સફળ નહોતી થઈ ત્યારથી જ આવી હતી. મેં તો ખાન્સ સાથેની ફિલ્મો કરવાનો પણ ઇનકાર કર્યો હતો છતાં તેમનું મારી સાથેનું વર્તન સારું રહ્યું છે.’

ranbir kapoor kangana ranaut entertainment news bollywood bollywood news