27 August, 2024 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
કંગના રનૌતને ‘ગોલિયોં કી રાસલીલા : રામ લીલા’માં આઇટમ-નંબર માટે ઑફર કરવામાં આવી હતી. જોકે તેણે ના પાડતાં લોકોએ તેને પાગલ કહેવા માંડી હતી. બાદમાં એ ગીત પ્રિયંકા ચોપડાને મળ્યું હતું. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતાં. એ ફિલ્મમાં આઇટમ-નંબર કરવાની ના પાડવા વિશે કંગના કહે છે, ‘મને સંજય લીલા ભણસાલીએ ‘ગોલિયોં કી રાસલીલા : રામ લીલા’ ફિલ્મમાં આઇટમ-નંબર કરવા માટે બોલાવી હતી. સબ લોગોં ને મુઝે બોલા યે પાગલ હૈ, ભણસાલી કો મના કર રહી હૈ. મેં કહ્યું કે મૈં નહીં કર સકતી; ચાહે ભણસાલી બુલા લે, ચાહે કોઈ ભી બુલા લે. હું આઇટમ-નંબર ન કરી શકું. કલાકારોએ ગરિમા દેખાડવી જોઈએ. મહિલાઓને આવી રીતે ન દેખાડી શકાય.’
કંગનાનો આ ઇન્ટરવ્યુ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં એક ફૅને એના પર કમેન્ટ કરી કે ‘આ ગીત માટે પ્રિયંકા ચોપડા પહેલાં સંજય લીલા ભણસાલીએ ઐશ્વર્યા રાય બચ્ચનનો સંપર્ક કર્યો હતો. કંગના આ ગીતને પૂરતો ન્યાય ન આપી શકી હોત.’