08 January, 2025 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
કંગના રનૌતે ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટી પરથી બનાવેલી ગંભીર પ્રકારની ફિલ્મ ‘ઇમર્જન્સી’ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે કંગના જોકે પોતાના સાથી કલાકારો સાથે ગ્લૅમરસ થઈને ફરી રહી છે. કંગના આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં છે. અનુપમ ખેરે જય પ્રકાશ નારાયણનો અને શ્રેયસ તળપદેએ અટલ બિહારી વાજપેયીનો રોલ ભજવ્યો છે.