06 March, 2021 03:03 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તાપસીના ટ્વીટ પર ભડકી કંગના રણોત, કહ્યું, "તું હંમેશાં સસ્તી જ રહીશ"
બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂ અને કંગના રણોત વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયેલો છે તે કોઇનાથી છુપું નથી. બન્નેમાં અનેકવાર ટ્વિટર પર છેડાઇ છે અને કંગનાએ અનેક વાર તાપસીને 'સસ્તી કૉપી' કહી છે. હવે તાપસીના ઘરે આયકર વિભાગના દરોડા બાદ એક્ટ્રેસે પોતાના પર મૂકાયેલા આરોપો અંગે મૌન તોડ્યુંછે. તેણે વારાફરતી ટ્વીટ્સ કરી બધી ત્રણેય તપાસ વિશે જણાવ્યું છે. આ બહાને તેણે કંગનાનું નામ લીધા વગર તેનો ઉલ્લેખ પણ પોતાના એક ટ્વીટમાં કર્યો છે. તાપસીનું આ ટ્વીટ સામે આવતા જ કંગના રણોતે તરત તેના પર જવાબ આપી દીધો.
તાપસીના ટ્વીટ પર કંગના રણોતે લખ્યું, "તું હંમેશાં સસ્તી જ રહીશ કારણકે તમે બધી રેપિસ્ટ્સની ફેમિનિસ્ટ છો... તમારા રિંગ માસ્ટર કશ્યપને ત્યાં 2013માં ટેક્સ ચોરીના આરોપમાં રેઇડ પાડવામાં આવી હતી... સરકારનો ઑફિશિયલ રિપૉર્ટ સામે આવી ગયો છે, જો તમને હજી પણ શરમ નથી તો તેના વિરુદ્ધ કૉર્ટમાં જાઓ અને સંપૂર્ણ માહિતી લઈને આવો... કમૉન સસ્તી."
તાપસીએ શું લખ્યું હતું?
હકીકતે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તાપસી પન્નૂ અને અનુરાગ કશ્યપના ઘરે આઇટી રેઇડ સંદર્ભે બન્નેનું નામ લઈને કહ્યું હતું કે 2013માં પણ આવી કાર્યવાહી થઈ હતી ત્યારે કોઇએ UPA સરકાર પર આંગળી ઉઠાવી નહોતી જે અત્યારે થઈ રહ્યું છે. આ અંગે તાપસીએ ટ્વીટ કર્યું, "માનનીય નાણાંમંત્રી પ્રમાણે 2013માં મારે ત્યાં રેઇડ થઈ હતી, P.S. હવે એટલી સસ્તી નથી." કંગના પહેલા પણ તાપસી સાથે ટ્વિટર પણ ભટકાઇ ચૂકી છે. તેણે તાપસીને 'સસ્તી કૉપી' કહી હતી.
આ ત્રણ મુખ્ય વસ્તુઓની થઈ પૂછપરછ
જણાવવાનું કે તાપસીએ પોતાના ટ્વીટ્સમાં IE વિભાગની ત્રણ મુખ્ય તપાસ વિશે જણાવ્યું. તેણે લખ્યું કે, "ત્રણ દિવસમાં ત્રણ વસ્તુઓની ઊંડી શોધ- 1. પેરિસમાં તે બંગલાની ચાવી જે કહેવાતી રીતે મારી છે, કારણકે ઉનાળાની રજાઓ આવવાની છે. 2. પાંચ કરોડડની કહેવાતી રસીજ જે ભવિષ્ય માટે રાખવામાં આવી છે કારણકે આ પહેલા મેં તે પૈસા હોવાની ના પાડી હતી. 3. આપણાં માનનીય નાણાંમંત્રી પ્રમાણે 2013માં મારે ત્યાં રેઇડ પડી હતી... P.S. 'આટલી સસ્તી નથી.'હવે નહીં."
તાજેતરની અપડેટ્સ પ્રમાણે શુક્રવારે મોડી રાતે IT વિભાગે 650 કરોડના ટેક્સ અનિયમિતતા મામલે અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂની પૂછપરછ કરી હતી. આ દરમિયાન બન્નેની ગાડી પુણેની હોટેલ સાયાજી લૉબીમાં ઊભેલી જોવા મળી. હોટેલના સાતમા માળે પોલીસ કર્મચારીઓ પણ જોવા મળ્યા. જો કે, હોટેલ મેનેજમેન્ટે આ વાત નકારી દીધી કે તાપસી અને અનુરાગ હોટેલમાં હાજર છે. પણ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે બન્ને ત્યાં હાજર હતા કારણકે હોટેલના પાર્કિંગ એરિયામાં તાપસી અને અનુરાગ કશ્યપની કાર જોવા મળી હતી.