બાંદરાનો બંગલો ૪૦ કરોડ રૂપિયામાં વેચવા કાઢ્યો છે કંગનાએ?

05 August, 2024 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એના પહેલા ફ્લોર પર ૧૨૫૦ સ્ક્વેર ફીટનો સાઉન્ડપ્રૂફ એડિટિંગ રૂમ છે. 

બંગલો

સંસદસભ્ય બન્યા પછી કંગના રનૌત બાંદરામાં આવેલો તેનો બંગલો ૪૦ કરોડ રૂપિયામાં વેચવાની છે એવી વાત ઊપડી છે. આ એ જ બંગલો છે જેમાં તેનું પ્રોડક્શન-હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ કાર્યરત છે. યુટ્યુબ પર એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જેમાં માહિતી આપવામાં આવી હતી કે આ પ્રોડક્શન-હાઉસ વેચવાનું છે. જોકે એ કોનું છે એનો ઉલ્લેખ નહોતો, પરંતુ લોકોએ કમેન્ટ્સ કરીને કંગનાનું નામ જણાવ્યું હતું. એ વિડિયોમાં જણાવવામાં આવ્યું છે કે એની કિંમત ૪૦ કરોડ રૂપિયા છે. આ એ જ બંગલો છે જેના થોડા હિસ્સાને ગેરકાયદે ગણાવીને ૨૦૨૦ના વર્ષમાં તોડી પાડવામાં આવ્યો હતો. આ બે માળનો બંગલો ૩૦૪૨ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે. એના પહેલા ફ્લોર પર ૧૨૫૦ સ્ક્વેર ફીટનો સાઉન્ડપ્રૂફ એડિટિંગ રૂમ છે. 

kangana ranaut bandra entertainment news bollywood news bollywood bollywood gossips