‘ઇમર્જન્સી’ને પાર્લમેન્ટમાં શૂટ નહીં કરવામાં આ‍વે : કંગના

22 December, 2022 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે.

કંગના રનોટ

કંગના રનોટની ‘ઇમર્જન્સી’ પાર્લમેન્ટમાં શૂટ કરવામાં આવશે એ વાતનો તેણે ઇનકાર કર્યો છે. આ ફિલ્મને કંગનાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મિલિંદ સોમણ, મહિમા ચૌધરી અને સતીશ કૌશિક લીડ રોલમાં દેખાશે. હાલમાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મની કોઈ સીક્વન્સ સંસદમાં શૂટ થવાની છે. એ ન્યુઝને કંગનાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યા હતા. એના પર લખ્યું હતું કે ‘પહેલી વખત એવું થવાનું છે કે જ્યારે કોઈ ફિલ્મને પાર્લમેન્ટમાં શૂટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ‘ઇમર્જન્સી’નો નાનકડો સેગમેન્ટ ટૂંક સમયમાં પાર્લમેન્ટમાં શૂટ કરવામાં આવશે. એને નકાર આપતાં ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યું કે ‘આ સાચી વાત નથી. ખોટા ન્યુઝ છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood kangana ranaut upcoming movie