midday

હૃતિકની ‘ફાઇટર’ નહીં, ‘તેજસ’ ફર્સ્ટ ઍરિયલ ઍક્શન ફિલ્મ હોવાનો દાવો કર્યો કંગનાએ

06 July, 2023 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગનાની ‘તેજસ’ આ વર્ષે વીસમી ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે.
કંગના રનોટ

કંગના રનોટ

કંગના રનોટે પોતાની આગામી ફિલ્મ ‘તેજસ’ ફર્સ્ટ ઍરિયલ ઍક્શન હોવાનો દાવો કરે છે. બીજી તરફ હૃતિક રોશન તેની ‘ફાઇટર’ને ફર્સ્ટ ઍરિયલ ઍક્શન ગણાવે છે. કંગનાની ‘તેજસ’ આ વર્ષે વીસમી ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં કંગના ઍરફોર્સ પાઇલટ તેજસ ગિલના રોલમાં દેખાવાની છે. ફિલ્મની સ્ટોરી પાઇલટ અને બહાદુર સૈનિકોની દિલેરી પર પ્રકાશ પાડશે. આ ફિલ્મમાં કંગનાની સાથે વરુણ મિત્રા પણ જોવા મળશે. ફિલ્મને સર્વેશ મેવારાએ ડિરેક્ટ કરી છે. પોતાની ફિલ્મને પહેલી ઍરિયલ ઍક્શન જણાવતાં કંગનાએ એને હૃતિકની ‘ફાઇટર’ પહેલાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ‘ફાઇટર’ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

Whatsapp-channel
kangana ranaut hrithik roshan bollywood news bollywood gossips bollywood entertainment news