midday

કંગનાએ ઝોમેટો પર રેફરી બનવાનો આક્ષેપ મૂક્યો, જાણો કેમ?

18 December, 2020 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંગનાએ ઝોમેટો પર રેફરી બનવાનો આક્ષેપ મૂક્યો, જાણો કેમ?
તસવીર સૌજન્યઃ જાગરણ

તસવીર સૌજન્યઃ જાગરણ

કંગના રનોટ તથા દિલજીત દોસાંજ વચ્ચેનો ઝઘડો હજી શાંત નથી થયો એવામાં એક્ટ્રેસે આ ઝઘડાને બહાને ફૂડ ડિલીવરી સર્વિસ ઝોમેટોને આડેહાથ લીધી છે.

એક્ટ્રેસે હાલમાં જ કરેલી એક પોસ્ટમાં કહ્યું હતું, 'મેં જોયું કે ઝોમેટો સોશિયલ મીડિયા હેન્ડલ દિલજીત દોસાંજ તથા મારી વચ્ચે રેફરી બનતું રહે છે. તેમણે મને જાહેરમાં હેરાન કરી અને કંગના રેપ્ડ બાય દિલજીત ટ્રેન્ડને સપોર્ટ કર્યો. અમે એક જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ. આજે લડીશું તો કાલે એક થઈ જઈશું. તમે તમારું જુઓ. અમારા ચક્કરમાં તમે રસ્તા પર ના આવી જતા, ભાઈ...'

ધ ફેર વર્ક ફાઉન્ડેશનના 11 પ્લેટફોર્મ્સનું મૂલ્યાંકન કર્યા બાદ એ વાત કહી કે ઝોમેટોની વર્કિંગ કન્ડિશન ઘણી જ ખરાબ છે. એવામાં કંગનાનું આ રિએક્શન ત્યારે આવ્યું છે. આ ફૂડ ડિલવરી સર્વિસને 10માંથી માત્ર 1 જ પોઈન્ટ મળ્યો. ત્યારબાદ ઝોમેટોના ફાઉન્ડર દીપેંદર ગોયલે આ સ્થિતિની પૂરી જવાબદારી લીધી.

થોડાં દિવસથી કંગના તથા દિલજીત સોશિયલ મીડિયામાં એકબીજા સામે દલીલો કરે છે. આ દરમિયાન ઝોમેટોએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. આ પોસ્ટ કંગનાને પસંદ આવી નહીં. દિલજીત સોશિયલ મીડિયામાં કંગનાને પંજાબીમાં જવાબ આપે છે. આથી જ 3 ડિસેમ્બરે ઝોમેટોએ પંજાબીમાં કહ્યું હતું, 'ઈક ગલ દસ્સો, આજ ડિનર વિચ કી ખાઓગે' (એક વાત કહો, આજે ડિનરમાં શું લેશો?) જોકે, ફૂડ ડિલીવરી સર્વિસે સોશિયલ મીડિયામાંથી આ પોસ્ટ હટાવી દીધી હતી.

kangana ranaut diljit dosanjh zomato