જૂનમાં ‘ઇમર્જન્સી’ લાવશે કંગના

24 January, 2024 06:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્દિરા ગાંધીની લાઇફ પરથી પ્રેરિત થઈને આ ફિલ્મ બનાવી છે.

`ઇમર્જન્સી’ ફિલ્મનું પોસ્ટર

કંગના રનોટ તેની ‘ઇમર્જન્સી’ને ૧૪ જૂને રિલીઝ કરવાની છે. ઇન્દિરા ગાંધીની લાઇફ પરથી પ્રેરિત થઈને આ ફિલ્મ બનાવી છે. આ એક પિરિયડ ફિલ્મ છે અને એમાં ઇન્દિરા ગાંધીનું પાત્ર કંગનાએ ભજવ્યું છે. આ ફિલ્મને તેણે પોતે ડિરેક્ટ કરી છે અને તેણે એને ઝી સ્ટુડિયો સાથે મળીને પ્રોડ્યુસ પણ કરી છે. આ ફિલ્મને ઘણી વાર ડિલે કરવામાં આવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમણ, શ્રેયસ તલપડે, વિશાક નાયર અને સતીશ કૌશિકે કામ કર્યું છે. આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને કંગનાએ જાહેરાત આપી હતી કે ફિલ્મને ૧૪ જૂને રિલીઝ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું કે ‘મારા માટે ‘ઇમર્જન્સી’ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ‘મણિકર્ણિકા’ બાદ આ મારો ડિરેક્ટર તરીકેનો બીજો પ્રોજેક્ટ છે. આ બિગ બજેટ અને ગ્રૅન્ડ પિરિયડ ડ્રામા માટે અમારી પાસે બેસ્ટ ઇન્ડિયન અને ઇન્ટરનૅશનલ ટૅલન્ટ હતી.’

entertainment news bollywood buzz bollywood news bollywood social media kangana ranaut