01 July, 2023 07:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નવાઝુદ્દીન સિદ્દીકીની એક્સ-વાઇફ આલિયા સિદ્દીકીએ કંગના રનોટ પર પ્રહાર કરતાં જણાવ્યું છે કે તેને દરેક વસ્તુમાં પોતાનું નાક ઘુસાડવાની ટેવ છે. આલિયા હાલમાં જ ‘બિગ બૉસ OTT 2’માંથી એવિક્ટ થઈ છે. લગ્નજીવન દરમ્યાન તેમને એક દીકરી અને એક દીકરો છે. તેમના ડિવૉર્સ થઈ ચૂક્યા છે. આલિયા અને નવાઝુદ્દીનની પર્સનલ લાઇફ ચર્ચાનો વિષય બની ગઈ હતી. એ વખતે કંગનાએ નવાઝુદ્દીનને સાથ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે નવાઝુદ્દીનને જાહેરમાં તેની વાઇફ આલિયા અપમાનિત કરી રહી છે. કંગનાના આ સ્ટેટમેન્ટ પર રીઍક્ટ કરતાં આલિયાએ કહ્યું કે ‘મારા માટે તેણે કહેલી કોઈ વાતની વૅલ્યુ નથી. દરેક વિષય પર પોતાની કમેન્ટ આપવાની તેને ટેવ છે એ બધા જાણે છે. તેને દરેક બાબતમાં પોતાનું નાક ઘુસાડવાની આદત છે.’