31 December, 2022 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાન હવે કમાલ આર. ખાન વિરુદ્ધ લીગલ ઍક્શન લેશે એવી ચર્ચા છે. કમાલ આર. ખાન સેલ્ફ-પ્રોક્લેમ્ડ ક્રિટિક છે અને તે ગમે તે વિરુદ્ધ ખૂબ જ ખરાબ શબ્દોમાં ટીકા કરે છે. સલમાન ખાને તેના વિરુદ્ધ લીગલ ઍક્શન લીધી હતી. હવે શાહરુખ ખાન પણ લેશે એવી ચર્ચા છે. તેણે ‘પઠાન’ના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ટ્વીટ કર્યું હતું. સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ગીતમાં દીપિકાએ જે કપડાં પહેર્યાં છે એને લઈને કમાલ આર. ખાને ટીકા કરી હતી. તેણે આ ગીતને ‘સ્કિન શો’ કહ્યો હતો. કમાલ આર. ખાન આ ફિલ્મને પહેલેથી જ ઍન્ટિ-હિન્દુ ફિલ્મ કહી રહ્યો છે અને એથી જ આ ફિલ્મને લઈને તે નવા-નવા મુદ્ધા ઊભા કરવાની કોશિશ કરી રહ્યો છે. આથી શાહરુખે તેના વિરુદ્ધ લીગલ ઍક્શન લેવાની તૈયારી કરી હોવાની ચર્ચા છે.
‘પઠાન’ને સેન્સર બોર્ડના ભૂતપૂર્વ ચૅરમૅનનો મળ્યો સપોર્ટ
શાહરુખ ખાનની ‘પઠાન’ને સેન્સર બોર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન પહલાજ નિહલાણીનો સપોર્ટ મળ્યો છે. આ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’માં દીપિકા પાદુકોણે કેસરી બિકિની પહેરી હોવાથી એનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જોકે આ વિરોધ ખૂબ જ વધતાં હવે સેન્સર બોર્ડના ચૅરમૅન પ્રસૂન જોષીએ ફિલ્મમાં જરૂરી બદલાવ કરવા માટેનો આદેશ આપ્યો છે. આ વિશે ભૂતપૂર્વ ચૅરમૅન પહલાજ નિહલાણીએ કહ્યું કે ‘એવી કોઈ ગાઇડલાઇન નથી જેમાં લખવામાં આવ્યું હોય કે ચોક્કસ કલરને કટ કરવો જોઈએ. જો એમાં વલ્ગૅરિટી હોય તો એને બદલવા માટે સૂચના આપી શકાય છે. જોકે તેઓ કલર માટે જો કોઈ કટ સજેસ્ટ કરે તો એ ખોટું છે. મિનિસ્ટ્રી દ્વારા પ્રેશર કરવામાં આવ્યું હશે.
આ પણ વાંચો: ઇન્ડસ્ટ્રીમાં દાખલ થયો ત્યારથી ઍક્શન ફિલ્મ કરવી હતી : કિંગ ખાન
‘પઠાન’ કન્ટ્રોવર્સીનો ભોગ બની છે. મિનિસ્ટ્રી દ્વારા આ કલરને બદલવા માટે અથવા તો ચેન્જ કરવા માટે સેન્સર બોર્ડને પ્રેશર કરવામાં આવ્યું હશે, કેમ કે તેમણે ટ્રેલરમાં તો આ કૉસ્ચ્યુમને દૃશ્યને પાસ કરી દીધું હતું. કમિટી નક્કી કરે છે કે ક્યાં કટ કરવું અને ક્યાં બદલાવ લાવવો. તેમણે રિવાઇઝ્ડ વર્ઝન જોવું પડે છે. પ્રસૂન જોષીએ સ્ટેટમેન્ટ જરૂર આપ્યું છે, પરંતુ તેની પાસે કોઈ રાઇટ્સ નથી કે તે એક્ઝામિનિંગ કમિટી સાથે બેસીને ‘પઠાન’ જુએ. મિનિસ્ટ્રીએ તેને ફિલ્મને ખૂબ જ બારીકાઈથી જોવા માટે પ્રેશર કરવું જોઈએ. કલરને કારણે જો બદલાવ કરવાનું કહેવામાં આવ્યું હોય તો આ ખૂબ જ ખોટું છે.’