વિધુ વિનોદ ચોપડાની ‘12th ફેલ’ જોવા લોકોને વિનંતી કરી કમલ હાસને

27 October, 2023 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમલ હાસને હાલમાં જ વિધુ વિનોદ ચોપડાની ‘12th ફેલ’ જોવા માટે લોકોને વિનંતી કરી છે. આ ફિલ્મમાં વિક્રાન્ત મેસી અને મેધા શંકરે કામ કર્યું છે.

કમલ હાસન

કમલ હાસને હાલમાં જ વિધુ વિનોદ ચોપડાની ‘12th ફેલ’ જોવા માટે લોકોને વિનંતી કરી છે. આ ફિલ્મમાં વિક્રાન્ત મેસી અને મેધા શંકરે કામ કર્યું છે. આજે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને કમલ હાસને ચેન્નઈમાં બુધવારે જોઈ હતી. આ ફિલ્મ વિશે કમલ હાસને કહ્યું કે ‘હું ખૂબ જ ખુશ છું કે મેં આ ફિલ્મ જોઈ. મારી સાથે જેટલા પણ લોકોએ ફિલ્મ જોઈ એમાંના મોટા ભાગના લોકો એમ જ કહેશે કે તેમણે ઘણા લાંબા સમય બાદ આ ફિલ્મ જોઈ છે. આ ફિલ્મ બનાવવા માટે હું વિધુ વિનોદ ચોપડાનો આભાર માનું છું. આ ફિલ્મને લઈને મારા જેવા ફિલ્મમેકરમાં એક કૉન્ફિડન્સ આવે છે કે તમે જેને ખૂબ જ પ્રેમ કરો છો એમાં સતત આગળ વધતા રહો.’

kamal haasan bollywood news bollywood gossips bollywood entertainment news vidhu vinod chopra