midday

દુબઈ જતા KRKની મુંબઈ પોલીસે ઍરપૉર્ટ પર કરી ધરપકડ, શું સલમાન ખાન છે જવાબદાર?

25 December, 2023 09:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kamaal R Khan blames Salman Khan: કેઆરકે લગબગ 3 કલાક રહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને આ માહિતી આપી છે કે મુંબઈ પોલીસે ઍરપૉર્ટ પર તેની ધરપકડ કરી લીધી છે.
કમાલ આર ખાનની ફાઈલ તસવીર

કમાલ આર ખાનની ફાઈલ તસવીર

Kamaal R Khan blames Salman Khan: કેઆરકે લગબગ 3 કલાક રહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને આ માહિતી આપી છે કે મુંબઈ પોલીસે ઍરપૉર્ટ પર તેની ધરપકડ કરી લીધી છે. તે નવા વર્ષ માટે દુબઈ જઈ રહ્યા હતા, પણ આ પહેલા જ તેમણે ધરપકડ કરી લેવામાં આવી. તેણે આને માટે સલમાન ખાનને જવાબદાર ઠેરવ્યો છે.

Kamaal R Khan blames Salman Khan: વિવાદિત નિવેદન આપવા માટે સતત ચર્ચામાં રહેનાર કમાલ આર ખાન ઉર્ફે કેઆરકે સાથે જોડાયેલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે અને આની માહિતી પોતે કેઆરકેએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ X પર આપી છે. તેણે એ પણ લખ્યું છે કે જો તે કોઈપણ સ્થિતિમાં જેલ કે પોલીસ સ્ટેશનમાં મરી જાય છે તો આને હત્યા સમજી લેવામાં આવે.

KRKએ ટ્વીટમાં જણાવ્યું કે નવા વર્ષની ઉજવણી માટે દુબઈ જઈ રહ્યો હતો, પણ ઍરપૉર્ટ પર જ તેની ધરપકડ કરી લેવામાં આવી. તેણે લખ્યું, "હું છેવ્વા એક વર્ષથી મુંબઈમાં જ છું અને બધા કૉર્ટ ડેટ્સ પર નિયમિત રીતે હાજર રહ્યો છું. આજે હું નવા વર્ષ માટે દુબઈ જઈ રહ્યો હતો, પણ મુંબઈ પોલીસે મારી ઍરપૉર્ટ પર ધરપકડ કરી લીધી."

કેઆરકેએ કર્યો હત્યાનો ઉલ્લેખ
Kamaal R Khan blames Salman Khan: કેઆરકેએ ટ્વીટમાં આગળ પોતાની હત્યાને લઈને પણ ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું, "પોલીસ પ્રમાણે હું વર્ષ 2016ના એક કેસમાં વૉન્ટેડ છું. સલમાન ખાન કહે છે કે તેમની ફિલ્મ #Tiger3 મારે કારણે ફ્લૉપ થઈ છે. જો હું કોઈપણ પરિસ્થિતિમાં પોલીસ સ્ટેશ કે જેલમાં મરી જાઉં, તો તમને બધાને ખબર હોવી જોઈએ કે આ એક હત્યા છે. અને તમે બધા જાણો છો કે, કોણ જવાબદાર છે."

સલમાન ખાન પર સાધ્યો નિશાનો?
યુઝર્સનું કહેવું છે કે કેઆરકેએ સીધો સલમાન ખાન પર નિશાન સાધ્યું છે. નામ લીધા વિના તેણે ઈશારામાં કહ્યું છે કે જો તેને કંઈ થશે તો તેના માટે સલમાન જ જવાબદાર રહેશે.

વિવાદો સાથે છે જૂનો નાતો
Kamaal R Khan blames Salman Khan: કેઆરકે ઘણીવાર વિવાદોમાં રહે છે. આ પહેલા તે જેલ પણ જઈ ચુક્યો છે. તે વર્ષ 2020 હતું, જ્યારે દિવંગત અભિનેતા ઇરફાન ખાન અને ઋષિ કપૂર વિશે વાંધાજનક ટ્વીટ શેર કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે રિયાલિટી શો `બિગ બોસ 9`નો પણ ભાગ રહી ચૂક્યો છે. તે હિન્દી અને ભોજપુરી સિનેમાના અભિનેતા, નિર્માતા અને લેખક છે.

છેલ્લે ફિલ્મ દેશદ્રોહીમાં મળ્યા જોવા
કેઆરકે 2008માં રિલીઝ થયેલી ફિલ્મ `દેશદ્રોહી` માટે જાણીતા છે. આ સિવાય વર્ષ 2014માં તે `એક વિલન`માં સપોર્ટિંગ રોલમાં હતા. તે ફિલ્મો અને સ્ટાર્સને લગતા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.

kamaal r khan salman khan controversies Salman Khan mumbai airport mumbai police mumbai news bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news