કલ્કિ 2898 AD વર્લ્ડવાઇડ એક હજાર કરોડની ક્લબમાં સામેલ

23 July, 2024 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલીઝના ૨૬ દિવસ બાદ પણ ફિલ્મ થિયેટરમાં શાનદાર કલેક્શન કરી રહી છે

ફિલ્મનું પોસ્ટર

અમિતાભ બચ્ચનની ૨૭ જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’એ ૧૦૦૨.૮ કરોડ રૂપિયાનો બિઝનેસ વર્લ્ડવાઇડ કરી લીધો છે. આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડામાં રિલીઝ થઈ છે. રિલીઝના ૨૬ દિવસ બાદ પણ ફિલ્મ થિયેટરમાં શાનદાર કલેક્શન કરી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન લીડ રોલમાં છે. દીપિકાની આ ત્રીજી ફિલ્મ છે જેણે એક હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અગાઉ તેની શાહરુખ ખાન સાથેની ‘જવાન’એ ૧૧૫૨ કરોડ રૂપિયા અને ‘પઠાન’એ ૧૦૫૦.૮ કરોડ રૂપિયાનો વર્લ્ડવાઇડ બિઝનેસ કરી લીધો હતો. આમિર ખાનની ૨૦૧૬માં રિલીઝ થયેલી ‘દંગલ’ પહેલી એવી ફિલ્મ હતી જેણે ૨૦૫૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બાદમાં ૨૦૧૭માં આવેલી ‘બાહુબલી 2’એ ૧૮૧૪ કરોડનો બિઝનેસ કર્યો હતો. ૨૦૨૨માં આવેલી ‘RRR’એ ૧૨૮૮ કરોડનું કલેક્શન કર્યું હતું. ‘KGF : ચૅપ્ટર 2’એ પણ ૧૨૦૮ કરોડ રૂપિયાનો ​વર્લ્ડવાઇડ બિઝનેસ કરી લીધો હતો. એ જ રેસમાં ‘કલ્કિ 2898 AD’ પણ દોડી રહી છે. હવે એ જોવું રહ્યું કે એ ફિલ્મનું લાઇફટાઇમ કલેક્શન કેટલું થાય છે.  

૬૧૬.૮૫

પચીસ દિવસમાં ‘કલ્કિ 2898 AD’એ બધી ભાષામાં મળીને આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ  

prabhas deepika padukone amitabh bachchan box office entertainment news bollywood bollywood news