18 March, 2019 07:48 AM IST | મુંબઈ
આલિયા ભટ્ટ (તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ)
મેગાસ્ટારર ફિલ્મ કલંકનું ટીઝર 12 માર્ચના રીલિઝ થયું હતું. આ ટીઝરની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. ટીઝરના રીલિઝ બાદ તેને કરોડો લોકોએ વખાણ્યું હતું. અત્યાર સુધી આ ટીઝરને 3.50 કરોડથી વધુ વીવ્ઝ મળી ચૂક્યા છે. કરણ જોહરના પ્રૉડક્શન હાઉસમાં બનેલી આ ફિલ્મનો પહેલો સોન્ગ સોમવારે રિલીઝ થશે. અભિનેત્રી આલિયા ભટ્ટ અને વરુણ ધવને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ સોન્ગની એક ઝલક મૂકી હતી જેને મોટી સંખ્યામાં લોકોએ પસંદ કર્યું.
વરુણ ધવન અને આલિયા ભટ્ટ : કરણ જોહરનું ડ્રીમ પ્રોજેક્ટ કલંકનું ટીઝર લોકોને ઘણું ગમ્યું છે. મેગાસ્ટારર આ ફિલ્મમાં ઘણા સમય પછી સંજય દત્ત અને માધુરી દીક્ષિત એક સાથે કામ કરતાં જોવા મળ્યા છે. જણાવીએ કે ટીઝર પછી ખૂબ જ ઓછા સમયમાં આ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવામાં આવશે. થોડી વાર પહેલા જ ગીતનું ટીઝર રીલિઝ કરવામાં આવેલ છે. ટીઝરમાં જોવા મળે છે કે ફરી એકવાર આલિયા અને વરુણની જોડી પડદા પર તહેલકો મચાવવાની છે.
કલંકનું પહેલું ગીત 'ઘર મોરે પરદેશિયા' કાલે એટલે કે 18 માર્ચના રોજ રિલીઝ થવાનું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલ આ ગીતના ટીઝરમાં આલિયા અને વરુણ ધવનની ઝલક જોવા મળી છે. ટીઝર શેર કરતાં વરુણ ધવને કહ્યું કે, "જ્યારે જફર મોટો થાય છે".
વરુણ સિવાય આલિયા ભટ્ટે પણ આ ગીતનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, ગીતમાં આલિયા ભટ્ટ સફેદ આઉટફિટમાં જોવા મળે છે.
ટીઝર રિલીઝ થયા પછી ફેન્સ આલિયા અને વરુણની જોડીને ફરી એકવાર સાથે જોવા માટે ઉત્સુક છે. ટીઝર લૉન્ચ દરમિયાન આલિયાએ કહ્યું કે મને આ ફિલ્મના ડાયરેક્ટર અને કૉ-એક્ટર્સથી અનહદ પ્રેમ છે. અને બધાંએ આ ફિલ્મ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. જ્યારે પણ હું આ ફિલ્મના કોઈપણ વિઝ્યુઅલને જોઉ છું તો ખોવાઈ જાઉં છું. તેણે કરણના વખાણ કરતા કહ્યું કે હું માત્ર એટલું કહેવા માગુ છું કે આખા વિશ્વમાં તમે ખૂબ જ સારા વ્યક્તિ છો.
આ પણ વાંચો : હ્રિતિક રોશન છે પર્ફ્યુમ્સનો શોખીન, દરેક પાત્ર માટે કરે છે ખાસ પસંદગી
ફિલ્મ 17 એપ્રિલના રિલીઝ થવાની છે. ફિલ્મ બૉક્સ ઑફિસ પર કેટલું કમાલ કરે છે તે જોવાનું બાકી છે. ફિલ્મમાં કેટલા વર્ષો પછી સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી જોવા માટે ફેન્સ ઉત્સુક છે. ફિલ્મમાં આલિયા અને વરુણ ચોથી વાર સાથે કામ કરે છે. આ પહેલા બન્ને બદ્રીનાથ કી દુલ્હનિયાં, હ્મ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને સ્ટુડેન્ટ ઑફ ધ યરમાં સાથે કામ કરી ચૂક્યા છે.