Kalank:પહેલા અઠવાડિયામાં ફિલ્મે કરી આટલી કમાણી

22 April, 2019 08:58 AM IST  | 

Kalank:પહેલા અઠવાડિયામાં ફિલ્મે કરી આટલી કમાણી

ફિલ્મના એક સીનમાં સંજય દત્ત અને માધુરી દિક્ષીત

મલ્ટી સ્ટારર ફિલ્મ કલંકને 2019નું સૌથી મોટુ ઓપનિંગ મળ્યું છે. જો કે ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાને જાળવી રાખવામાં ખાસ્સી મુશ્કેલી પડી રહી છે. સંજય દત્ત, માધુરી દિક્ષીત, વરુણ દવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર જેવી સ્ટારકાસ્ટ હોવા છતાંય ફિલ્મ ચાર દિવસના લાંબા વીક એન્ડ બાદ પણ માત્ર 50 કરોડની જ કમાણી કરી શકી છે.

ફિલ્મે અત્યારસુધી પહેલા સપ્તાહમાં કુલ 54.40 કરોડની કમાણી કરી છે. ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ફિલ્મની પહેલા વીકની કમાણીના આંકડા શૅર કર્યા છે.

તરણ આદર્શે ટ્વિટમાં લખ્યું,'કલંક નબળી ચાલી રહી છે... ચોથા દિવસે (શનિવારે) કમામી ઘટી છે. ટ્રેન્ડિંગ વીક છે. એટલે પાંચમા દિવસનો બિઝનેસ પણ ઘટ્યો છે. બુધવારે 21.60 કરોડ, ગુરુવારે 11.45 કરોડ, શુક્રવારે 11.60 કરોડ, શનિવારે 9.75 કરોડ. ટોટલ 54.50 કરોડ ભારતનો બિઝનેસ'

ગુડ ફ્રાઈડેની રજા બાદ શનિવારે ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવામાં નિષ્ફળ સાબિત થઈ છે. એટલે પહેલા દિવસ કરતા વીક એન્ડમાં ફિલ્મની કમાણી ઘટી છે. ઉલ્લેખનીય છે કે 21.60 કરોડની કમાણી સાથે ફિલ્મ 2019ની સૌથી મોટી ઓપનર બની હતી. પરંતુ બીજા દિવસે ફિલ્મની કમાણી 50 ટકા જેટલી ઘટી ગઈ. ત્યારથી સતત ફિલ્મની કમાણી ઘટી જ રહી છે. ફિલ્મ 2019ની સૌથી મોટી ઓપનર હોવાની સાથે સાથે વરુણ ધવન અને આલિયા ભટ્ટના કરિયરની પણ સૌથી મોટી ઓપનર બની છે.

આ પણ વાંચોઃ kalank Box Office Colletion : કલંક ચાહકોના મન પર રાજ કરવામાં અસફળ રહી

આ સાથે જ કલંક આ 2019ની સૌથી વધુ ઓપનિંગ મેળવાર ફિલ્મોની લિસ્ટમાં પહેલા સ્થાન પર છે. તરણ આદર્શના કહેવા પ્રમાણે કલંકની સાથે આ લિસ્ટમાં 21.06 કરોડ સાથે કેસરી, 19..40 કરોડ સાથે ગલી બૉય, અને 16.50 કરોડની કમાણી સાથે ટોટલ ધમાલ છે.

karan johar varun dhawan alia bhatt sanjay dutt madhuri dixit sonakshi sinha