14 November, 2022 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાજોલ (તસવીર સૌજન્ય મિડ-ડે)
આજે બાળદિને (Children`s Day) બધા સેલિબ્રિટીઝ (Celebrities) પોત-પોતાના બાળપણના દિવસોની સ્મૃતિઓ મમળાવી રહ્યા છે. ચિલ્ડ્રન્સ ડેના (Children`s Day) અવસરે કેટલાક ફિલ્મી સિતારાઓએ (Celebrities) પોતાના બાળપણની તસવીરો (Shared their Childhood Pics) પણ પોસ્ટ કરી છે અને તેમાંની એક કાજોલ (Kajol) પણ છે. કાજોલ મોટાભાગે સોશિયલ મીડિયા (Social Media) પર રસપ્રદ પોસ્ટ શૅર કરતી રહે છે. કાજોલને તેના મસ્તીખોર સ્વભાવ માટે પણ ઓળખવામાં આવે છે. આ ક્રમમાં એક્ટ્રેસે ફરી પોતાના બાળપણની એક તસવીર શૅર કરી છે, જેના પર લોકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. આ તસવીરમાં કાજોલ સાથે તેની નાની બહેન તનીષા મુખર્જી પણ દેખાય છે. બન્નેનાં બાળપણની આ તસવીર ખૂબ જ ક્યૂટ છે.
કાજોલે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં તમે કાજોલના તૂટેલા દાંત પણ સાથે જોઈ શકો છો. આ તસવીરમાં તે ખૂબ જ ક્યૂટ દેખાય છે. કાજોલે બહેન તનીષાને ખોળે ઊંચકી છે. આ તસવીર જોયા પછી લોકો એવું કહે છે કે કાજોલ બાળપણમાં પણ ખૂબ જ મસ્તીખોર હશે. આ તસવીર શૅર કરતા કાજોલે એક કૅપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું છે, "મારી અંદરના બાળકને હેપ્પી ચિલ્ડ્રન્સ ડે... પાગલ રહો, ખરાબ રહો, જેવા છો તેવા રહો. તમે જેવા પણ છો પરફેક્ટ છો." કાજોલની આ પોસ્ટ પર સેલેબ્સની સાથે સાથે ચાહકોના પણ રિએક્શન્સ આવી રહ્યા છે.
આ પણ વાંચો : કાજોલની સલામ વેંકીનું Trailer રિલીઝ, મા દીકરાની રિયલ સ્ટોરી પર બેઝ્ડ છે ફિલ્મ
એક યૂઝરે પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું છે, "હા તમે પરફેક્ટ છો. હેપ્પી ચિલ્ડ્રન્સ ડે." તો અન્ય એકે લખ્યું, "મેમ તમારી સ્માઈલ આજે પણ પહેલા જેવી જ છે." તો અન્ય એકે મશ્કરી કરતા લખ્યું, "જો રાજે પોતાની સિમરનને આ રીતે જોઈ હોત તો પાક્કુ તેણે પોતાનો હાથ ન આપ્યો હોત." આ રીતે લોકો હાર્ટ ઇમોજી સાથે પોસ્ટ પર અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે.