07 August, 2023 09:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બર્થ-ડે બ્લેસિંગ્સ
કાજોલનો બર્થ-ડે ખૂબ હસીખુશી અને આનંદમાં પસાર થયો હતો. તેને ઘણી સારી-સારી વસ્તુઓનો પણ અનુભવ થયો હતો. સોશ્યલ મીડિયામાં શુભેચ્છા આપતા મેસેજિસ પણ તેને મળ્યા હતા. તેના હસબન્ડ અજય દેવગને તેને વિશ કરતાં લખ્યું હતું કે તારીફ કરું ક્યા તેરી. કાજોલે તેની બર્થ-ડે કેકનો ફોટો શૅર કર્યો હતો. એ ફોટોમાં તે સોફા પર બેઠી ફોન પર વાતો કરી રહી છે. સાથે જ ચહેરા પર સ્માઇલ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી, ‘આ મકાન અને મારો દિવસ પ્રેમ, હાસ્ય અને અનેક સારી-સારી બાબતોથી છલકાઈ ઊઠ્યો હતો કે હું એ જણાવી નથી શકતી. હું એટલું જ કહીશ કે હું ખૂબ-ખૂબ નસીબદાર છું. જે લોકો મને પ્રેમ કરે છે તેમને ખૂબ પ્રેમ અને આભાર. મારી ફૅમિલી, ફ્રેન્ડ્સ અને મારા સુપર ઑસમ ફૅન્સનો પણ ખૂબ ધન્યવાદ.’