midday

દીકરી નિસાને કાજોલની કઈ વાતથી પ્રૉબ્લેમ છે?

05 December, 2022 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાજોલ જ્યારે સોશ્યલ મીડિયામાં આવી ત્યારે તેની કૅપ્શન નિસા લખતી હતી
નિસા દેવગન અને કાજોલ

નિસા દેવગન અને કાજોલ

કાજોલે જણાવ્યું છે કે તેની દીકરી નિસા દેવગનને સોશ્યલ મીડિયામાં તેણે મૂકેલી કૅપ્શનથી તકલીફ છે. એથી કાજોલ જ્યારે સોશ્યલ મીડિયામાં આવી ત્યારે તેની કૅપ્શન નિસા લખતી હતી. એ વિશે કાજોલે કહ્યું કે ‘મેં જ્યારે સોશ્યલ મીડિયાની શરૂઆત કરી ત્યારે બધું જ મારી દીકરી નિસાની દેખરેખમાં હતું. તે મારા ફોટો અને કૅપ્શન નક્કી કરતી હતી. આ બધું એકાદ બે મહિના સુધી ચાલ્યું અને બાદમાં તેણે એમ કહીને છોડી દીધું કે આ બધું હું હવે નથી સંભાળી શકતી. હું જે પણ કૅપ્શન્સ મૂકતી એનાથી તેને તકલીફ થતી હતી. તે મને ફરિયાદ કરતી કે હું જે પણ કૅપ્શન મૂકુ છું એને માત્ર હું એકલી જ સમજી શકુ છું. એથી મેં તેને કહ્યું કે જો તેને નથી સમજાતું તો હું કૅપ્શન નહીં મૂકું. તો તેણે મને કહ્યું કે એવું કરવાની જરૂર નથી. એથી હવે હું જ મારી કૅપ્શન લખું છું.’

Whatsapp-channel
entertainment news bollywood news bollywood gossips bollywood kajol