08 January, 2023 06:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાજોલ દીકરી ન્યાસા સાથે (ફાઈલ ફોટો)
કાજોલ(Kajol)એ રવિવારે સવારે પુત્રી ન્યાસા દેવગન (Nyasa Devgn)સાથે સિદ્ધિવિનાયક મંદિર (Siddhivinayak Temple)ની મુલાકાત લીધી હતી. જેવી માતા-પુત્રીની જોડીએ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી, ચાહકોએ તેમને ઘેરી લીધા હતાં. દુપટ્ટા સાથે સફેદ સલવાર કુર્તામાં ન્યાસા હંમેશની જેમ સુંદર લાગી રહી હતી. તે તેની માતા સાથે ચાલી રહી હતી. કાજોલે ફ્લોરલ કુર્તો પહેર્યો હતો. બંનેએ પ્રસાદમાં માળા અને નાળિયેર લીધા હતાં. પૂજા કરીને બંને બહાર નિકળ્યા ત્યારે ચાહકોએ તેમની ઘેરી લીધા હતાં.
મા-દીકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં કેટલાક યુઝર્સે ન્યાસાના ટ્રેડિશનલ ડ્રેસને ટ્રોલ કર્યો હતો. જ્યારે કેટલાકે તેની પ્રશંસા કરી હતી. કેટલાક લોકોએ કહ્યું કે તે પબ અને પાર્ટીઓમાં તો કેવા કપડાં પહેરે છે અને જુઓ તે અહીં આવી દેખાય છે. આના પર કેટલાક યુઝર્સે લખ્યું, "મને ટ્રોલિંગનો મુદ્દો સમજાતો નથી. લોકો પબ અને પાર્ટીઓમાં વેસ્ટર્ન ડ્રેસ પહેરતા હોય છે. તેનો અર્થ એ નથી કે તેઓ ધાર્મિક ન હોઈ શકે અને મંદિરોમાં ન જતા હોય."
આ પણ વાંચો: ઇન્ડસ્ટ્રીમાં રહેવું સરળ નથી : નયનતારા
નોંધનીય છે કે Mashable India સાથેની વાતચીતમાં, કાજોલે તાજેતરમાં સોશિયલ મીડિયાના યુગમાં સ્ટાર કિડ હોવા અંગે અને તે તેના બાળકોની સુરક્ષા કેવી રીતે અનુભવે છે તે વિશે વાત કરી હતી. કાજોલે જણાવ્યું હતું કે ન્યાસા હાલમાં સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે. ઘણી વખત લોકોએ તેને રોકી છે અને તેના ઓટોગ્રાફ લીધા છે. આ વિચિત્ર છે, પરંતુ તે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. મેં તો ફિલ્મોમાં અભિનય શરૂ નહોતો કર્યો ત્યાં સુધી મને કોઈ ઓળખતું જ નહોતું.