03 June, 2024 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજલ અગરવાલ
કાજલ અગરવાલનું કહેવું છે કે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવું મૅરિડ હિરોઇન માટે ખૂબ જ મુશ્કેલ છે. આજે બૉલીવુડ અને સાઉથની ઇન્ડસ્ટ્રી વચ્ચેની લાઇન ધીમે-ધીમે ભૂંસાઈ રહી છે. બન્ને ઇન્ડસ્ટ્રીના ઍક્ટર્સ અને મેકર્સ સાથે કામ કરી રહ્યા છે. આ વિશે કાજલ કહે છે, ‘દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટે લગ્ન કરી લીધાં હોવા છતાં તેમને ઍક્શન અથવા તો રોમૅન્ટિક એટલે કે દરેક પ્રકારનાં પાત્રોની ઑફર મળે છે. જોકે સાઉથમાં હજી પણ બીબાઢાળ પાત્રો મળે છે. આશા રાખી રહી છું કે બધું જલદી બદલાય, કારણ કે મોટા ભાગની હિરોઇનનાં લગ્ન થઈ ગયાં છે અને તેમને બાળકો પણ છે. અમને પણ જો એવાં પાત્રો મળે તો અમે પણ એ કરીશું. જોકે આમાંથી નયનતારા એક અપવાદ છે. તે આજે પણ તેની મરજીનાં પાત્રો કરે છે. તેની પાસે હંમેશાં ચૉઇસ હોય છે. આ એક સારી વાત છે.’