11 April, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુનિયર એનટીઆર
જુનિયર એનટીઆર તેની આગામી ફિલ્મ ‘NTR 30’માં ડબલ રોલમાં દેખાય એવી શક્યતા છે. આ ફિલ્મમાં તેની સાથે જાહ્નવી કપૂર પણ લીડ રોલમાં દેખાવાની છે. ‘RRR’ને દેશ-વિદેશમાં મળેલી સફળતા બાદ જુનિયર એનટીઆરે ફરીથી કામ શરૂ કર્યું છે. ‘NTR 30’ને કોર્તલા સિવા ડિરેક્ટ કરી રહ્યો છે. જુનિયર એનટીઆરે અગાઉ ‘અદુર્સ’માં ડબલ રોલ કર્યો હતો. હવે ‘NTR 30’માં તે પિતા-પુત્રના રોલમાં દેખાવાનો હોવાની ચર્ચા છે. ફિલ્મનાં બન્ને પાત્રોને તેને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં તે ઍક્શન કરતો પણ દેખાશે. ફિલ્મની ટીમ વિશાળ સેટ ઊભો કરશે. ડિરેક્ટર કોર્તલાએ અગાઉ જણાવ્યું હતું કે જુનિયર એનટીઆરનું પાત્ર ભ્રષ્ટાચારી લોકોને પાઠ ભણાવશે.