19 February, 2023 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તારક રત્ન
દક્ષિણ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. જુનિયર NTR (Jr NTR)ના પિતરાઈ ભાઈ નંદામુરી તારકા રત્નએ(Taraka Ratna)શનિવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. 39 વર્ષીય તારકા રત્નના નિધનના સમાચારથી સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. અહેવાલો અનુસાર તારક રત્નને થોડા દિવસો પહેલા પદયાત્રા દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. તારકા રત્નાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર તારક રત્ને તાજેતરમાં આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં TDP મહાસચિવ નારા લોકેશની યુવાગલમ પદયાત્રામાં ભાગ લીધો હતો. આ રેલી દરમિયાન તારક રત્ન અચાનક બેહોશ થઈને જમીન પર પડી ગયા. ઉતાવળમાં તારકા (Tarak Ratna Movies)ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાંથી તેને બેંગ્લોર મોકલવામાં આવ્યા હતા.
હાર્ટ એટેક બાદ તેઓ કોમામાં હતા
અભિનેતા અને નેતા તારક રત્ન ( Tarak Ratna New Film)ને બેંગ્લોરની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત સતત બગડતી રહી હતી. અહેવાલો અનુસાર ડૉક્ટરોએ કહ્યું કે તારકા રત્ન હાર્ટ એટેક બાદ કોમામાં ચાલ્યા ગયા હતાં. તમને જણાવી દઈએ કે, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ પણ તારક રત્નના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકારોથી લઈને તારકના ચાહકો પણ શોકમાં છે.
અભિનેતાના નિધન પર મહેશ બાબુએ શોક વ્યક્ત કર્યો છે.
તેમજ ચિરંજીવીએ પણ ટ્વિટ કરી દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.