Junior Mehmood No More: કેન્સર સાથે ઝઝૂમતાં જુનિયર મેહમૂદનું થયું નિધન, 67 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

08 December, 2023 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Junior Mehmood No More: જુનિયર મેહહમૂદ છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા. તેઓને ચોથા સ્ટેજનું કેન્સર હતું. અભિનેતા જુનિયર મહમૂદે 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

અભિનેતા જુનિયર મેહમૂદની ફાઇલ તસવીર

સિનેજગતમાંથી ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. 70ના દાયકામાં પોતાના અભિનય અને કોમેડીથી દર્શકોનું મનોરંજન કરનાર અભિનેતા જુનિયર મેહમૂદનું નિધન (Junior Mehmood No More) થયું છે. જુનિયર મેહહમૂદ છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓને ચોથા સ્ટેજનું કેન્સર હતું. હવે, અભિનેતા જુનિયર મહમૂદે 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ અભિનેતા જુનિયર મેહમૂદે મુંબઈમાં પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ (Junior Mehmood No More) લીધા છે. જુનિયર મહેમૂદના નજીકના મિત્ર સલીમ કાઝીએ પણ આ વાતની પુષ્ટિ આપી હતી. તાજેતરમાં જ જુનિયર મહેમૂદના કેન્સરના સમાચાર સામે આવ્યા હતા અને ત્યારબાદ કેટલાક સેલેબ્સ તેમને મળવા પણ પહોંચ્યા હતા. આ સાથે જ અભિનેતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી. જોની લીવરને મળ્યા બાદ જુનિયર મેહમૂદે જીતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને બંને કલાકારોને પણ મળ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી પીડિત હતા

અભિનેતા જુનિયર મહેમૂદે પોતાના છેલ્લા વીડિયોમાં પોતાની અંતિમ ઈચ્છા (Junior Mehmood No More) વ્યક્ત કરી હતી. હોસ્પિટલથી ઘરે જતી વખતે જુનિયર મહેમૂદે કહ્યું હતું કે - `હું એક સાદો જૂનિયર માણસ છું. તમે આ જાણતા જ હશો... બસ, જો હું મરી જઈશ તો દુનિયા કહેશે કે આ વ્યક્તિ સારો હતો... જો ચાર જણ આવું કહે તો તમે જીતી ગયા હશો.”

અભિનેતા જુનિયર મહેમૂદનું સાચું નામ નઈમ સૈયદ એવું હતું. તેમનો જન્મ 15 નવેમ્બર 1956ના રોજ થયો હતો. તેણે 7 ભાષાઓમાં 265થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેઓએ અનેક ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેઓએ બાળ કલાકાર તરીકે સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની 50 વર્ષની કારકિર્દીમાં તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું યગદાન આપ્યું છે. તેમની કૉમેડી ભૂમિકાઓએ તેમને દર્શકોમાં ખૂબ લોકપ્રિયતા આપી છે.

તેઓએ માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જુનિયર મેહમૂદ 1968માં `બ્રહ્મચારી`, 1970માં `મેરા નામ જોકર`, 1977માં `પરવરિશ` અને 1980માં `દો ઔર દો પાંચ` જેવી ફિલ્મો માટે જાણીતા છે.

આજે થશે અંતિમ સંસ્કાર

જુનિયર મહેમૂદને ફેફસાં અને લીવરમાં કેન્સર (Cancer) થયું હતું. એટલું જ નહીં તેઓના આંતરડામાં ગાંઠ હોવાનું પણ અમે આવ્યું હતું. તેઓ ચોથા સ્ટેજના કેન્સરથી ખૂબ જ પીડાતા હતા. દિવસે ને દિવસે તેમની તબિયત સતત બગડતી જતી હતી. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર સપોર્ટ પર પણ હતા. ગુરુવારે રાત્રે તેઓએ અંતિમ શ્વાસ (Junior Mehmood No More) લીધા હતા. મળતી માહિતી અનુસાર જુનિયર મહેમૂદના અંતિમ સંસ્કાર આજે એટલે કે શુક્રવારે બપોરે 1 કલાકે સાંતાક્રુઝ ખાતે કરવામાં આવશે.

celebrity death bollywood news bollywood gossips bollywood entertainment news cancer