Junaid Khan Rejected: ‘મહારાજ’ પહેલા 7 વાર રિજેક્ટ થયો હતો જુનૈદ ખાન, પપ્પાની ફિલ્મમાંથી પણ મળ્યો હતો જાકારો

09 June, 2024 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Junaid Khan Rejected: જુનૈદને પિતાના પોતાના પ્રોડક્શન ‘લાલ સિંહ ચડ્ડા’માંથી પણ રિજેક્શનનો સમયનો કરવો પડ્યો હતો.

જુનૈદ ખાન

‘મહારાજ’ માટેના ઓડિશન પહેલાં આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનને 7 વાર રિજેક્શન (Junaid Khan Rejected)નો સામનો કરવો પડ્યો હતો એવી માહિતી સૂત્રોએ આપી હતી. તમને જણાવી દઈએ કે ઇન્ડસ્ટ્રીની બહાર હાજર બહુ જ ઓછા લોકોને ખબર છે કે આમિર  ખાનનો પુત્ર જુનૈદ છેલ્લા ઘણા સમયથી થિયેટરમાં સક્રિય રીતે કામ કરી રહ્યો છે. ત્રણ ત્રણ વર્ષ સુધી નાટ્યકલા શીખવા અને ગ્રેજ્યુએશન કર્યા બાદ તેણે ઘણા વર્ષો સુધી થિયેટરમાં તેમની કળાને નિખારવામાં સમય આપ્યો છે, જો કે, થિયેટર જ તેમનો એકમાત્ર લક્ષ્ય નહોતું. વર્ષ 2017થી થિયેટરના કામ સાથે જુનૈદે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાને ઉત્તમ તક મળે એ માટે મહેનત કરી હતી.

તમને જણાવી દઈએ કે ઇન્ડસ્ટ્રીથી નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, “જુનૈદે ઘણા રોલ્સ માટે ઓડિશન આપ્યું, પરંતુ તેને ઘણી વખત રિજેક્શન (Junaid Khan Rejected)નો સામનો કરવો પડ્યો છે. જેમાં તેમના પિતાના પોતાના પ્રોડક્શન ‘લાલ સિંહ ચડ્ડા’માંથી પણ રિજેક્શનનો સમયનો કરવો પડ્યો હતો. 

એક નહીં સાત રિજેક્શન બાદ મળી તક

તમને જણાવી દઈએ કે સાત વખત રિજેક્શન (Junaid Khan Rejected)નો સમયનો કર્યા બાદ આ આવનારી ફિલ્મના મેકર્સે જુનૈદના પાછલા ઓડિશન ટેપમાંથી એક જોઈ હતી અને તેને ઓડિશન આપવાની એક વધુ તક આપી હતી. જો કે, આ તક પણ કેટલીક શરતો સાથે આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ફિલ્મ રીલીઝ થવાની આતુરતા છે અભિનેતામાં 

Junaid Khan Rejected: હવે જ્યારે ફિલ્મની શૂટિંગ ફેબ્રુઆરી 2021માં શરૂ થઈને માત્ર આઠ મહિનામાં પૂરી થઈ ગઈ છે ત્યારથી જુનૈદ તેની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. હમણાં જ રિલીઝ થયેલા ફિલ્મના પોસ્ટરમાં જુનૈદની મહેનત આંખે વળગે છે. પોસ્ટરમાં તેમના કામ માટે તેમનો સમર્પણ અને જુસ્સો જોઈ શકે છે.

મહારાજ પછી શું છે જુનૈદનો આગામી પ્લાન?

`મહારાજ` બાદ જુનૈદ આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત રોમેન્ટિક ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો છે. આ ફિલ્મ દક્ષિણ ભારતના પ્રખ્યાત સ્ટાર સાઈ પલ્લવીના હિન્દી ડેબ્યૂને ચિહ્નિત કરશે. તમને આ ફીમન સુતીંગ વિશે વાત કરીએ... તો, આ ફિલ્મનો બહુતાંશ જાપાનના સપ્પોરોમાં શૂટ કરવામાં આવ્યો છે, એવી માહિતી મળી છે.

તમને જણાવી દઈએ કે જુનૈદ ખુશી કપૂર સાથે લવ ટુડેના રીમેક માટે પણ જોડાયો છે. આ ફિલ્મનું નામ ‘લવયાપા’ છે. તેઓ આ ક્વિર્કી લવ સ્ટોરીમાં એકબીજા સાથે ઊંડા પ્રેમમાં પડેલી યુવાન જોડીની ભૂમિકામાં છે, 2022ની તામિલ મૂળ ફિલ્મમાં પ્રદીપ રંગનાથન અને ઇવાનાની ભજવેલી ભૂમિકાઓમાં છે. લાલ સિંહ ચઢ્ઢાના નિર્દેશક અદ્વૈત ચંદન આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે, ત્યારે આવનારી આ ફિલ્મો જુનૈદના કરિયરની મહત્વની ફિલ્મો બની રહેશે!

bollywood news bollywood gossips bollywood entertainment news aamir khan