ટીમનો બધો ગુસ્સો તે મારા પર કાઢે છે

04 April, 2024 06:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાન સાથે બેસીને મૅચ નથી જોઈ શકતી એવું જણાવતાં જુહી ચાવલાએ કહ્યું...

શાહ રૂખ ખાન , જુહી ચાવલા

જુહી ચાવલા, તેનો હસબન્ડ જય મહેતા અને શાહરુખ ખાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સના કો-ઓનર્સ છે. જોકે જુહીનું કહેવું છે કે તે શાહરુખ સાથે બેસીને મૅચ નથી જોઈ શકતી. એનું કારણ જણાવતાં જુહી કહે છે, ‘IPL હંમેશાંથી એક્સાઇ​ટિંગ રહી છે. અમે બધાં અમારા ટેલિવિઝન સામે બેસી જઈએ છીએ. અમારી ટીમ જ્યારે રમતી હોય ત્યારે એ જોવાની મજા તો આવે જ છે, પરંતુ સાથે જ અમે બધાં ખૂબ તનાવમાં આવી જઈએ છીએ. શાહરુખ સાથે મૅચ જોવી નથી ગમતી, કારણ કે જ્યારે અમારી ટીમ સારું પર્ફોર્મ ન કરે તો તે બધો ગુસ્સો મારા પર કાઢે છે. હું તેને કહું છું કે આ બધું મને નહીં, પરંતુ ટીમને કહે. અમે બન્ને સાથે બેસીને મૅચ ન જોઈ શકીએ. આ વસ્તુ બધા જ ટીમના માલિક સાથે થતી હોય એવું લાગે છે. તેમની ટીમ જ્યારે મેદાનમાં રમતી હોય છે તો એ બધા પરસેવે રેબઝેબ થઈ જાય છે.’

bollywood buzz entertainment news bollywood juhi chawla Shah Rukh Khan kolkata knight riders IPL 2024