જા‍ૅન એબ્રાહમની વેદાની રિલીઝ પર લટકતી તલવાર, સર્ટિફિકેટ માટે સેન્સર બોર્ડને મેકર્સે કરી વિનંતી

26 July, 2024 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેકર્સે સેન્સર બોર્ડને વિનંતી કરી છે કે આ ફિલ્મને લઈને વહેલાસર કોઈ નિર્ણય લેવામાં આવે.

ફિલ્મ વેદા

જૉન એબ્રાહમની ‘વેદા’ ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે અને હજી સુધી સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ નથી આપ્યું. એથી મેકર્સે સેન્સર બોર્ડને વિનંતી કરી છે કે આ ફિલ્મને લઈને વહેલાસર કોઈ નિર્ણય લેવામાં આવે. ફિલ્મમાં જૉનની સાથે અભિષેક બૅનરજી અને શર્વરી જોવા મળશે. ફિલ્મને નિ​ખિલ અડવાણીએ પ્રોડ્યુસ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને નિ​ખિલ અડવાણીએ લખ્યું હતું કે ‘અમે ‘વેદા’ના પ્રોડ્યુસર વિવશ થઈને અમારા ફૅન્સ અને સપોર્ટર્સને જણાવવા માગીએ છીએ કે અમારા અનેક પ્રયાસો છતાં અમને અમારી ફિલ્મ માટે મંજૂરી અને સર્ટિફિકેટ નથી મળ્યાં. નિયમોનું પાલન કરીને અમે રિલીઝનાં આઠ અઠવાડિયાં પહેલાં સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. અમારી ફિલ્મને ૨૫ જૂને સેન્સર બોર્ડને મોકલવામાં આવી હતી. આમ છતાં એમાં નાહક મોડું કરવામાં આવી રહ્યું છે. અમે ધૈર્ય રાખીને કમિટી તરફથી કોઈ જવાબ મળે એની રાહ જોઈ રહ્યા છીએ. અમારી નમ્ર વિનંતી અને ઇચ્છા છે કે અમારી આ વાત એ લોકો સુધી પહોંચે જે અમને ફિલ્મને સર્ટિફિકેટ અપાવવામાં મદદ કરે. ૧૫ ઑગસ્ટ અમારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. અમે નસીબદાર છીએ કે અમારી અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો ‘સત્યમેવ જયતે’ અને ‘બાટલા હાઉસ’ને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો, જે આ જ તારીખે રિલીઝ થઈ હતી.’

john abraham bollywood news bollywood gossips bollywood entertainment news upcoming movie