10 January, 2025 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉન એબ્રાહમ
બૉલીવુડના મોટા ભાગના લોકો દારૂ અને સ્મોકિંગના રવાડે ચડેલા હશે એવું આપણે માનતા હોઈએ તો એ અતિશયોક્તિ નહીં કહેવાય તથા ડ્રગ્સનું દૂષણ પણ આ ઇન્ડસ્ટ્રીમાં વ્યાપેલું જ છે. જોકે જૉન એબ્રાહમ આ બધાં વ્યસનોથી દૂર છે. જૉને બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ‘નશામુક્ત નવી મુંબઈ અભિયાન’ના લૉન્ચિંગમાં ભાગ લીધો ત્યારે સ્ટુડન્ટ્સને પોતાનું ઉદાહરણ આપીને તમામ પ્રકારનાં વ્યસનોથી અને ખાસ કરીને ડ્રગ્સથી દૂર રહેવાની સલાહ આપી હતી.
જૉને આ ઇવેન્ટમાં કહ્યું હતું, ‘સ્ટુડન્ટ્સને હું કહેવા માગું છું કે મેં પર્સનલી જીવનમાં ક્યારેય ડ્રગ્સને હાથ નથી લગાડ્યો; અને સ્મોકિંગ તથા ડ્રિન્કિંગ પણ નહીં, પણ ડ્રગ્સને ના કહેવાનું વધુ મહત્ત્વનું છે. જીવનમાં ખૂબ જ શિસ્તબદ્ધ રહો તથા પોતાના મિત્રો અને સાથીઓ માટે રોલ-મૉડલ બનો. મહારાષ્ટ્ર અને ભારતના સારા નાગરિક બનો અને સારા મસલ્સ બનાવવા માટે ખૂબ મહેતન કરો.’