04 December, 2024 08:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાલ યોગી ઑડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લમેન્ટ કૉમ્પ્લેક્સ લાઇબ્રેરીના બાલ યોગી ઑડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ. આ સ્ક્રીનિંગમાં નરેન્દ્ર મોદી સાથે તેમના પ્રધાનમંડળના સાથીઓ અને સંસદસભ્યો પણ હતા. આ ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂર છે એટલે તેની સાથે પપ્પા જિતેન્દ્ર પણ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત હતા. ફિલ્મ પૂરી થયા પછી મીડિયાએ જ્યારે જિતેન્દ્ર સાથે વાત કરી ત્યારે તેઓ સાતમા આસમાનમાં હતા. તેમણે મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું, ‘મેં પીએમ મોદીને કહ્યું કે મેં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પચાસ વર્ષ કાઢ્યાં છે, પણ મારી દીકરીને કારણે પહેલી વાર મેં પ્રાઇમ મિનિસ્ટર સાથે બેસીને ફિલ્મ જોઈ છે. પીએમ મોદીએ મને કહ્યું કે મેં પણ પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી આ પહેલી ફિલ્મ જોઈ છે.’
સોમવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ફિલ્મની ટીમને મળ્યા હતા.