10 December, 2021 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિકરીના સંગીતમાં જોરદાર ડાન્સ કર્યો જેઠાલાલે
લોકપ્રિય ટીવી કલાકાર દિલીપ જોશીના ઘરે ઢોલ, નગારા અને શરણાઈ સાથે જશ્નનો માહોલ છે. તેમની પુત્રી નિયતિ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. દીકરીના સંગીત ફંક્શનમાં સૌના પ્રિય દિલીપ જોશી (Dilip Joshi)એ જોરદાર ડાન્સ કર્યો હતો.તેના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ડ્રમ વગાડતા ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળે છે.
દિલીપ જોશી (Dilip joshi) બ્લુ કુર્તામાં હેન્ડસમ લાગી રહ્યા છે. દીકરીના લગ્નની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. સંગીત રાત્રિ ગરબા અને દાંડિયાથી ભરેલી હતી.પાર્ટીમાં હેપ્પી ફાધરની જેમ દિલીપ જોષીએ જોરશોરથી ડાન્સ કર્યો હતો.સંગીત રાત્રિનો આ વિડિયો ઘણો જબરદસ્ત છે જેમાં દિલીપ જોષી ઢોલના તાલે ડાન્સ કરી રહ્યા છે. તેણે સંગીત નાઈટમાં માત્ર ડાન્સ જ નહીં પરંતુ ગીત પણ ગાયું હતું.
દિલીપ જોશીની આ સ્ટાઈલ ચાહકોને પહેલીવાર જોવા મળી છે. દિલીપ જોષીએ દાંડિયા પણ રમ્યા હતા. પુત્રીના સંગીતમાં તેનો ફુલ-ઓન સ્વેગ જોવા મળ્યો હતો.એક વીડિયોમાં દિલીપ જોષી તેમના ઘરમાં ગૃહશાંતિ પૂજા કરતા જોવા મળ્યા હતા. આમાં તે તેના પરિવારના સભ્યો સાથે જોવા મળી રહ્યા છે.
નિયતિ અભિનેતાની મોટી પુત્રી છે. નિયતિના લગ્ન અને રિસેપ્શન મુંબઈની તાજમહેલ પેલેસ હોટલમાં યોજાશે.જો સમાચારોનું માનીએ તો લગ્નમાં તારક મહેતાની ટીમ પણ જોવા મળી શકે છે. ચાહકોને આશા છે કે આ લગ્નમાં દયાબેન (દિશા વાકાણી) પણ જોવા મળી શકે છે.