સૉલિડ સન્ડે

03 October, 2023 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૪૭.૭૯ કરોડનો બિઝનેસ કરનારી ‘જવાન’ ૬૦૦ કરોડની ક્લબમાં જાય એવી શક્યતા

સૉલિડ સન્ડે

શાહરુખ ખાનની ‘જવાન’એ બૉક્સ-ઑફિસ પર ગઈ કાલે ખૂબ જ જોરદાર બિઝનેસ કર્યો હતો. સાત સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર એક પછી એક રેકૉર્ડ કરી રહી છે. આ ફિલ્મમે ચોથા વીક-એન્ડમાં એટલે કે રવિવારે ૯.૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ બિઝનેસ સાથે ‘જવાન’એ ટોટલ ૫૪૭.૭૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ગઈ કાલના બિઝનેસની સાથે આ ફિલ્મ ૫૫૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. આ પહેલી એવી હિન્દી ફિલ્મ છે જેણે હિન્દીમાં આટલો બિઝનેસ કર્યો હોય અને એ હજી પણ એક પછી એક રેકૉર્ડ બનાવી રહી છે. આ પહેલી એવી હિન્દી ફિલ્મ છે જેણે દરેક ભાષામાં ટોટલ ૬૦૭.૨૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હોય. તામિલ અને તેલુગુમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં ૫૯.૪૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મની સામે ગુરુવારે રિલીઝ થયેલી ‘ફુકરે 3’એ રવિવારે ૧૫.૧૮ કરોડની સાથે ચાર દિવસમાં ટોટલ ૪૩.૪૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે અને એ બહુ જલદી સો કરોડની ક્લબમાં એન્ટ્રી કરી શકે છે.

Shah Rukh Khan jawan entertainment news gujarati mid-day bollywood news