શહીદ ભગત સિંહના ટ્વીટે કંગના રનોટ અને જાવેદ અખ્તરને કર્યા આમને-સામને

29 September, 2020 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શહીદ ભગત સિંહના ટ્વીટે કંગના રનોટ અને જાવેદ અખ્તરને કર્યા આમને-સામને

કંગના રનોટ, જાવેદ અખ્તર

ગઈકાલે એટલે કે 28 સપ્ટેમ્બરે દેશના મહાન ક્રાંતિકારી શહીદ ભગત સિંહની 113મી જયંતી પર દેશવાસીઓએ તેમને યાદ કરીને નમન કર્યા. પરંતુ આ જ કારણ બૉલીવુડ સેલેબ્ઝ કંગના રનોટ (Kangana Ranaut) અને જાવેદ અખ્તર (Javed Akhtar) વચ્ચે વિવાદનું કારણ બની ગયું છે અને એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જાવેદ અખ્તરે શહીદ ભગત સિંહને માર્ક્સવાદી ગણાવતા ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જાવેદ અખ્તરે ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'કેટલાક લોકોએ માત્ર એ તથ્યનો સામનો નથી કરી શકતા પરંતુ તેને બીજાથી સંતાડવા પણ માગે છે કે શહીદ ભગત સિંહ એક માર્ક્સવાદી હતા અને તેમણે એક લેખ લખ્યો હતો કે હું નાસ્તિક શા માટે છું. કોઈપણ અંદાજ લગાવી શકે છે કે આવા લોકો કોણ છે. મને આશ્ચર્ય છે આજે તેઓ હોત તો તે તેમને શું કહેતા'.

તેમના આ ટ્વીટ વિશે પ્રતિક્રિયા આપતા કંગના રનોટે લખ્યું છે કે, 'મને એ પણ આશ્ચર્ય છે કે, જો ભગત સિંહ જીવીત હોત તો શું તે એક લોકતાંત્રિક પ્રક્રિયાથી પોતાના જ લોકોને ચૂંટાયેલી સરકાર વિરૂદ્ધ વિરોધ કરવા દેત અથવા તેમનું સમર્થન કરત? શું તેમણે ભારત માતના ધર્મના આધારે ભાગમાં વહેંચાતા જોયા હોત? શું તે હજુ પણ નાસ્તિક માનતા કે તે પોતાનો બસંતી ચોલા પહેરતા?'

જોકે, જાવેદ અખ્તરને અનેક લોકોએ સપોર્ટ કર્યો છે. તેમના સમર્થનમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું હતું કે, 'આ કડવું સત્ય છે'. તો ફિલ્મમેકર પ્રતીશ નંદીએ પણ જાવેદ અખ્તરનો સાથ આપ્યો હતો અને લખ્યું હતું કે, 'અર્બન નક્સલ. આજે આ શબ્દ ભગત સિંહ માટે ઉપયોગ કરવામાં આવતો હતો'.

તો કેટલાક લોકો અભિનેત્રી કંગના રનોટના સપોર્ટમાં પણ આવ્યા છે અને કહી રહ્યાં છે કે તેણે જે વાત કીધી એ સાચી જ છે. આજકાલ અભિનેત્રી એક પછી એક મુદ્દે સતત ચર્ચામાં જ રહે છે.

entertainment news bollywood bollywood news bollywood gossips javed akhtar kangana ranaut bhagat singh