જાવેદ અખ્તરની ૮૦મી વર્ષગાંઠની ઉજવણીમાં ખંડાલામાં ભેગા થયા અમિતાભ અને આમિર

19 January, 2025 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડના સેલિબ્રિટી સ્ક્રીન-રાઇટર અને ગીતકાર જાવેદ અખ્તરની ૧૭ જાન્યુઆરીએ ૮૦મી વર્ષગાંઠ હતી

ઊર્મિલા માતોન્ડકરે ઇન્સ્ટાગ્રામ પર જાવેદ અખ્તરની બર્થ-ડે પાર્ટીના ફોટો શૅર કર્યા છે

બૉલીવુડના સેલિબ્રિટી સ્ક્રીન-રાઇટર અને ગીતકાર જાવેદ અખ્તરની ૧૭ જાન્યુઆરીએ ૮૦મી વર્ષગાંઠ હતી. તેમણે આ ખાસ દિવસની ઉજવણી નજીકના મિત્રો અને પરિવારજનો સાથે ખંડાલાના તેમના ફાર્મહાઉસમાં કરી હતી.

ઊર્મિલા માતોન્ડકરે ઇન્સ્ટાગ્રામ પર જાવેદ અખ્તરની બર્થ-ડે પાર્ટીના ફોટો શૅર કર્યા છે.

આ તસવીરોમાં તે જાવેદ અખ્તર સાથે અને અમિતાભ બચ્ચન તેમ જ જયા બચ્ચન સાથે જોવા મળે છે. ઊર્મિલાએ આ સેલિબ્રેશન સમયનો એક વિડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં આમિર ખાન, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, શંકર મહાદેવન અને અન્ય સ્ટાર્સ ‘હૅપી બર્થ-ડે’ સૉન્ગ ગાઈ રહ્યાં છે. 

javed akhtar happy birthday aamir khan farhan akhtar zoya akhtar shankar mahadevan urmila matondkar amitabh bachchan entertainment news bollywood bollywood news shabana azmi