તમન્ના ભાટિયાના Kaavaalaa ગીત પર જાપાની રાજદૂતનો ડાન્સ, જુઓ વીડિયો

18 August, 2023 08:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીનો કૂલ અંદાજ જોઈને તમને આનંદ આવી જશે. `જેલર` ફિલ્મના ગીત `કવાલા` પર તેમણે જે વીડિયો બનાવ્યો તેમાં જાપાની યૂટ્યૂબર માયો સેન જોવા મળી રહી છે.

જેલર (ફાઈલ તસવીર)

ભારતમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીનો કૂલ અંદાજ જોઈને તમને આનંદ આવી જશે. `જેલર` ફિલ્મના ગીત `કવાલા` પર તેમણે જે વીડિયો બનાવ્યો તેમાં જાપાની યૂટ્યૂબર માયો સેન જોવા મળી રહી છે.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ `જેલર`નો ખુમાર લોકોના માથે ચડી રહ્યો છે. સાથે જ આ ફિલ્મનું ગીત `કાવાલા` પણ ખૂબ જ પૉપ્યુલર થયું છે. ટ્રેન્ડિંગ ગીત પર લોકો રીલ અને વીડિયોઝ બનાવી રહ્યા છે. શિલ્પા રાવના અવાજની સાથે તમન્ના ભાટિયાના ઠુમકાએ પણ બધાને થનગનવા માટે મજબૂર કરી દીધા છે.

હવે આ લિસ્ટમાં ભારતમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીનું નામ પણ સામેલ થઈ ગયું છે. તેમણે વાયરલ સૉન્ગના હુક સ્ટેપ પર રીલ બનાવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ક્લિપ સુઝુકીએ પોતે પોતાના ટ્વિટર અકાઉન્ટ (@HiroSuzukiAmBJP) નામના અકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે. તેમણે કૅપ્શનમાં લખ્યું- "જાપાની યૂટ્યૂબર મેયો સેન સાથે કાવલા ડાન્સ વીડિયો, રજનીકાન્ત માટે મારો પ્રેમ જળવાયેલો છે." 16 ઑગસ્ટે શૅર કરવામાં આવેલા આ વીડિયોને સમાચાર લખાયા ત્યાં સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. તો, લગભગ હજારો લોકોએ લાઇક કર્યો છે. આ સિવાય યૂઝર્સ આ રીલ પર કોમેન્ટ કરીને પોતાના રિએક્શન આપી રહ્યા છે. એક શખ્સે કોમેન્ટ કરી- વાહ, આ ખૂબ જ ક્યૂટ છે. બીજાએ કહ્યું - માયો તો તમન્ના કરતા પણ બહેતર કરી રહી છે.

10 ઑગસ્ટના રજનીકાન્તની ફિલ્મ `જેલર` રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ દ્વારા થલાઈવાએ બે વર્ષ બાદ મોટા પડદા પર કમબૅક કર્યું છે. ફિલ્મના દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. ફિલ્મ, બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. એક્શન પેક્ડ આ ફિલ્મમાં રજનીકાંત સિવાય તમન્ના ભાટિયા અને જેકી શ્રૉફ પણ મહત્વનું પાત્ર ભજવતા જોવા મળે છે.

નોંધનીય છે કે રજનીકાન્ત સ્ટારર જેલર હાલ સિનેમાઘરોમાં સુપરહિટ સાબિત થઈ રહી છે. ડિરેક્ટર નેલ્સન દિલીપ કુમાપની આ ફિલ્મની કમાણી દરરોજ વધી રહી છે. આ દરમિયાન જેલરના 8મા દિવસના બૉક્સ ઑફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા અને જેના બાદ કહી શકાય છે કે રજનીકાંતનો જલવો તેના ચાહકો પર છવાયેલો છે.

`ગદર 2` અને `OMG 2`ની સામે `જેલર`એ પણ નથી સ્વીકારી હાર
હાલનો સમય ભારતીય સિનેમા માટે ખૂબ જ શાનદાર પસાર થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયા પહેલા બૉક્સ ઑફિસ પર `જેલર`, `ગદર 2` અને `ઓએમજી 2` જેવી મોટી ફિલ્મો રિલીઝ થઈ છે. ખાસ વાત એ છે કે ત્રણેય ફિલ્મો દરરોજ ધમાકેદાર કમાણી કરી રહી છે.

તો બૉલિવૂડની આ ફિલ્મો સામે સાઉથની `જેલર`એ હાર માની નથી, જેનો શ્રેય રજનીકાંતના સ્ટારડમને જાય છે. જણાવવાનું કે સની દેઓલની `ગદર 2` અને અક્ષય કુમારની `ઓહ માય ગૉડ 2` વર્લ્ડવાઈડ કમાણી મામલે જેલર કરતા ઘણી પાછળ છે. રિલીઝના 8 દિવસમાં આ ફિલ્મે વિશ્વભરમાં 411 કરોડનો વેપાર કર્યો છે.

rajinikanth japan bollywood news bollywood bollywood gossips entertainment news sunny deol akshay kumar oh my god