02 January, 2024 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જુનિયર એનટીઆરની ફાઇલ તસવીર
જૂનિયર એનટીઆરએ 2 જાન્યુઆરીની રાત્રે જાપાનમાં આવેલા ભૂકંપ (Japan Earthquake) વિશે ટ્વિટ કર્યું હતું. આ ભૂકંપની ઘટના વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું હતું કે તે છેલ્લા ઘણા દિવસોથી જાપાનમાં હોવાથી તે ખૂબ જ આઘાતમાં હતો. અભિનેતાએ આ ઘટના પર ખૂબ જ ખેદ વ્યક્ત કર્યો હતો.
નવું વર્ષ 2024 જાપાન માટે ભયંકર વિનાશ (Japan Earthquake) લાવ્યું. નવા વર્ષની પહેલી તારીખે જ સતત ભૂકંપના આંચકાઓ આવ્યા. અને જેને કારણે જાપાન દેશ હચમચી ગયો. જાપાનમાં ભૂકંપ (Japan Earthquake)ના કારણે તબાહીના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સાઉથ સુપર સ્ટાર જુનિયર એનટીઆરએ એક ચોંકાવનારી વાત શૅર કરી છે.
આઘાતમાં છે આ અભિનેતા
જૂનિયર એનટીઆરએ 2 જાન્યુઆરીની રાત્રે જાપાનમાં આવેલા ભૂકંપ (Japan Earthquake) વિશે ટ્વિટ કરીને પોતાની વાત કરી હતી. આ ચોંકાવનારી ઘટના વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું કે તે ખૂબ જ આઘાતમાં છે. અભિનેતાએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો અને જલ્દી સ્વસ્થ થવાનું વચન પણ આપ્યું હતું.
માંડ માંડ બચ્યો છે અભિનેતા
જુનિયર એનટીઆરએ પોતાની વાત શૅર કરતાં કહ્યું હતું કે, "જાપાનથી આજે હું ઘરે પરત ફર્યો (Actor Jr NTR Returns To India) છું. અને ભૂકંપ (Japan Earthquake)ના સમાચારથી મને ઊંડો આઘાત લાગ્યો છે. છેલ્લું અઠવાડિયું ત્યાં વિતાવ્યું અને તેનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે મારી સંવેદના. જે લોકો આ ઘટનામાંથી બચી ગયા છે તે લોકો માટે હું ખુશ છું. અને જલ્દી જ રિકવરી થાય તેવી આશા રાખું છું.”
જૂનિયર એનટીઆરએ જાપાનના ભૂકંપની સ્થિતિ વિશે આપી માહિતી
જુનિયર એનટીઆર સુરક્ષિત રીતે ભારત પરત ફરી ગયો છે. તેણે જાપાનમાં તબાહીનું ભયાનક દ્રશ્ય જોયું હતું. તમને જણાવી દઈએ કે જાપાનમાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ એક દિવસમાં ભૂકંપના 155 આંચકા અનુભવાયા હતા.
શું છે આ અભિનેતાનું વર્ક ફ્રન્ટ?
જુનિયર એનટીઆરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અભિનેતા ઘણા પ્રોજેક્ટ્સ પર કામ અત્યારે કરી રહ્યો છે. નવા વર્ષ પર તેણે તેની આગામી ફિલ્મ દેવરા સંબંધિત અપડેટ પણ શૅર કરી હતી. આ સાથે જ અભિનેતાએ ફિલ્મ અને ટીઝરની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. ‘દેવરા’ સિવાય જુનિયર એનટીઆર બીજી ફિલ્મ ‘NTR 30’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સામે જ્હાન્વી કપૂર જોવા મળશે. જ્હાન્વી સાઉથમાં NTR 30 સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે. જુનિયર એનટીઆર બોલિવૂડ ફિલ્મ ‘વોર 2’માં પણ કામ કરી રહ્યો છે.