આ પર્સમાં શું રાખી શકાશે?

16 May, 2024 05:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાડી સાથે તે જે પર્સ લઈને આવી હતી એની સાઇઝ ક્રિકેટના બૉલના જેટલી હતી.

જાહ્‌નવી કપૂર

જાહ્‌નવી કપૂર હાલમાં જે પર્સ લઈને જોવા મળી હતી એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તે મુંબઈમાં એક ઇવેન્ટમાં સાડીમાં જોવા મળી હતી. સાડી સાથે તે જે પર્સ લઈને આવી હતી એની સાઇઝ ક્રિકેટના બૉલના જેટલી હતી. આથી એટલા નાના પર્સમાં શું રાખી શકાય અને જાહ્‌નવીએ શું રાખ્યું હશે એ જાણવું ઇન્ટરેસ્ટિંગ રહેશે.

‘મિસ્ટર & મિસિસ માહી’ ધોનીને દેખાડવા માગે છે જાહ્‌નવી કપૂર
જાહ્‌નવી કપૂરની ઇચ્છા છે કે તે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને તેની ‘મિસ્ટર & મિસિસ માહી’ ફિલ્મ દેખાડે. ૩૧ મેએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. ધોની વિશે વાત કરતાં જાહ્‌નવી કહે છે, ‘મારી ઇચ્છા આ ફિલ્મ એમ. એસ. ધોની અને તેમની પત્ની સાક્ષી ધોનીને દેખાડવાની છે, પરંતુ તેઓ ખૂબ જ વ્યસ્ત છે. કોઈ રીતે આ વાત તેમના સુધી પહોંચે તો સારું. હું હાલમાં જ તેમને એક ઇવેન્ટમાં મળી હતી અને લોકા સાથેના તેમના વ્યવહારને જોઈને હું ખૂબ જ અભિભૂત થઈ ગઈ હતી. એક રૂમમાં મેં તેમને શાંતિથી કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર ત્યાંથી જતા જોયા હતા. એ ઇમેજ હજી પણ મારા દિમાગમાં બેસી ગઈ છે. તેમની સાથે ફોટો લેવા માટે જે પણ વ્યક્તિ કહેતી તેમની સાથે સેલ્ફી લેવાની સાથે ખૂબ જ રિસ્પેક્ટથી તેઓ વાતચીત પણ કરતા હતા.’

entertainment news bollywood buzz bollywood news bollywood social media